ઘટના@દિલ્હી: 40 ફુટ ઉંડા બોરવેલમાં બાળક પડી જતા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

પોલીસને રાત્રે 1 વાગે માહિતી મળી હતી
 
ઘટના@દિલ્હી: 40 ફુટ ઉંડા બોરવેલમાં બાળક પડી જતા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. દિલ્હીના કેશોપુર માર્કેટ નજીક જળ બોર્ડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બનેલા બોરવેલમાં એક બાળક પડી ગયું હતું. આ બોરવેલની ઊંડાઈ 40-50 ફૂટ હોવાનું કહેવાય છે. દિલ્હી ફાયર સર્વિસ, NDRF અને દિલ્હી પોલીસ બાળકને બચાવવા માટે ઘટનાસ્થળે હાજર છે. પોલીસે હજુ સુધી બાળકની ઓળખ અને ઉંમર જાહેર કરી નથી.

NDRFની રેસ્ક્યુ ટીમમાં ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા ઈન્સપેક્ટર ઈન્ચાર્જ વીર પ્રતાપ સિંહે કહ્યું- અમને માહિતી મળતાની સાથે જ ટીમની સાથે 5 ફાયર સર્વિસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે હાલમાં બોરવેલની બાજુમાં બીજો બોરવેલ ખોદી રહ્યા છીએ. જો કે, બોરવેલ 40 થી 50 ફૂટ ઊંડો છે, તેથી આ કામગીરીમાં સમય લાગી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેસ્ક્યૂ ટીમે પહેલા બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે દોરડું નાંખ્યું હતું. પરંતુ આ પ્રયાસ નિષ્ફળ ગયો. આ કારણોસર રેસ્ક્યુ ટીમ બોરવેલની બાજુમાં નવો બોરવેલ ખોદી રહી છે.

બાળકને બહાર કાઢવા માટે રવિવારે સવારથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

પોલીસને રાત્રે 1 વાગે માહિતી મળી હતી
દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર વિચિત્ર વીરે જણાવ્યું કે વિકાસપુર પોલીસ સ્ટેશનમાં સવારે લગભગ 1 વાગે ફોન આવ્યો હતો. એક વ્યક્તિ બોરવેલમાં પડી હોવાની માહિતી મળી હતી. તે સમયે તેઓને બાળકના પડવાની કોઈ માહિતી મળી નહોતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જાણવા મળ્યું કે બાળક બોરવેલમાં પડી ગયું છે.