બ્રેકિંગ@દેશ: મોદી સરકારનો મોટો નિર્ણય, આ તારીખે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, જાણો શું છે કારણ ?
અટલ સમાચાર, ડેસ્ક
કેન્દ્ર સરકારે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આગામી મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવા જઈ રહી છે, જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વારા તેની જાહેરાત કરી છે. મોદી સરકારના આ નિર્ણય બાદ કેટલાય પ્રકારના અનુમાનો લગાવામાં આવી રહ્યા છે. આ જાહેરાત ત્યારે થઈ છે જ્યારે મુંબઈમાં વિપક્ષી ગઠબંધન INDIAની મહત્વની બેઠક ગુરુવાર અને શુક્રવારે થવા જઈ રહી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ લખ્યું કે, સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બરે બોલાવામાં આવશે. જેમાં 5 બેઠક થશે. અમૃત કાળ દરમ્યાન સંસદનું વિશેષ સત્રમાં સાર્થક ચર્ચા થવાના અણસાર છે. અહીં ઉલ્લેખનિય છે કે, આ ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે. આગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે. આ અગાઉ રાજનીતિમાં અલગ અલગ ઘટનાઓ જોવા મળી રહી છે. એક તરફ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંભઈમાં ઈંડિયા ગઠબંધનની બેઠક થઈ રહી છે. તો બીજી તરફ મોદી સરકારે વિશેષ સત્ર બોલાવ્યું છે.