રિપોર્ટ@દેશ: એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનના ભાગમાં અચાનક આગ લાગી

પેસેન્જરોને બહાર કાઢવા 
 
રિપોર્ટ@દેશ: એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનના ભાગમાં અચાનક આગ લાગી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર કેટલાક આગના બનાવો સામે આવતા હોય છે. આગના બનાવો દિવસે-દિવસે ખુબજ વધી ગયા છે.  ગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આ પછી ફ્લાઈટનું બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તમામ 179 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉડાન ભર્યા પછી તરત જ આગ લાગી ગઈ હતી. 11:12 કલાકે લેન્ડ થયા બાદ પેસેન્જરોને બહાર કાઢવા અને બીજી બાજુથી આગ ઓલવવાની કામગીરી એક સાથે કરવામાં આવી હતી. ઘટના બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું- અત્યાર સુધીની તપાસ મુજબ ફ્લાઈટના જમણા એન્જિનમાં આગ લાગી હતી. લેન્ડિંગ દરમિયાન ગ્રાઉન્ડ સર્વિસમાં પણ જ્વાળાઓ જોવા મળી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

એરલાઈન્સે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ જ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ ઘટનાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે તેને કોચી મોકલવા માટે અન્ય વ્યવસ્થા કરી રહ્યા છીએ. દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807ને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. દિલ્હી એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટ સાંજે 6:38 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી હતી. ફ્લાઇટના એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગવાના ડરને કારણે પ્લેનને પાછું લાવવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં 175 મુસાફરો સવાર હતા.