બ્રેકિંગ@સંસદ: AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ

 
Raghav Chaddha

અટલ સમાચાર, ડેસ્ક

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નકલી સહી કેસમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમાં તેમના વર્તનને સૌથી નિંદનીય વર્તન તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

રાઘવ વિરુદ્ધ ઠરાવ રજૂ કરવામાં આવી રહ્યો છે. રાઘવ ચઢ્ઢાના વર્તનને અત્યંત નિંદનીય ગણાવ્યું છે. રાજ્યસભામાં બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે, જે રીતે સભ્યની જાણ વગર તેમનું નામ યાદીમાં મૂકવામાં આવ્યું છે, તે ઘણું ખોટું છે. પીયૂષ ગોયલે વધુમાં કહ્યું કે બાદમાં રાઘવ ચઢ્ઢા બહાર ગયા અને કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને તે આ બાબતે ટ્વિટ પણ કરતા રહ્યા. જ્યાં સુધી વિશેષાધિકાર ભંગનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન ચાલુ રહેશે.