બેકાળજી@ઉત્તરપ્રદેશ: પગના ઈલાજ માટે ગયેલા દર્દીના પેટનું કરી નાખ્યું ઓપરેશન, જાણો ચોંકાવનારી ઘટના

ડોક્ટરોની બેદરકારીની ઘણી ઘટના સામે આવી રહી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડોક્ટરોની લાપરવાહીની કેટલીયે ઘટનાઓ  તમે જોઈ હશે  ડોક્ટરોની લાપરવાહીના કારણે માણસ પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે.લોકોને  લાપરાહીના કારણે ઘણી તકલીફ પડે છે.આવીજ એક ઘટના સામે આવી છે  ઉત્તર પ્રદેશની . ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સામે આવેલી ડોક્ટરોની બેદરકારી એટલી ગંભીર છે કે પગની સારવાર કરવા આવેલા વ્યક્તિના પેટનું ઓપરેશન કરી નાંખ્યુ.સામે આવેલી આ ગંભીર ઘટના ઉત્તર પ્રદેશની છે. અહીં રાયબરેલીમાં એક વ્યક્તિ પગમાં ગંભીર અલ્સરનો ઈલાજ કરવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો.આ દર્દીનો આરોપ છે કે તે પોતાના પગની સારવાર કરાવવા માટે વારંવાર હોસ્પિટલમાં જતો હતો. આ ક્રમમાં તે ફરી એકવાર હોસ્પિટલ ગયો ત્યારે પગ નહીં પરંતુ અહીં ડોક્ટરોએ તેના પેટનું ઓપરેશન કરી નાંખ્યુ.આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ હવે ચીફ મેડિકલ ઓફિસર ડૉ.મહેન્દ્ર મૌર્યએ સ્પષ્ટ કહ્યું કે આ આરોપો ખોટા છે. તેમણે કહ્યું કે તે વ્યક્તિ તેના પગની સારવાર કરાવવા માટે પહેલા પણ ઘણી વખત અહીં આવી ચુક્યો છે.આ વ્યક્તિને સારવાર માટે KGMCમાં જવાનું કહેવાયુ પરંતુ તે અહીં જ રહેવા માંગે છે. જ્યારે તેને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્ટાફને ધમકાવવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તે પોતાનું પેટ ફાડી નાખશે અને બધાને ફસાવી દેશે અને તેણે એવું જ કર્યું. જ્યારે તેણે તેના પેટમાં ચીરો કર્યો ત્યારે સર્જન ડૉ. પ્રદીપ અન્ય સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા અને તેના પેટમાં ટાંકા લીધા. આ પછી તેની સારવાર કરવામાં આવી હતી.ડોક્ટરો કહી રહ્યા છે કે, દર્દીને આરામ મળતાની સાથે જ તેણે ડોક્ટરો અને સમગ્ર હોસ્પિટલ પર ખોટા આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. હાલ આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.