દુર્ઘટના@ઓડિશા: SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી, 10 દર્દીઓના મોત, જાણો સમગ્ર દુર્ઘટના વિશે

ICUમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઓડિશામાંથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે.ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આગ લાગી હતી. રવિવારે મોડી રાત્રે 3 વાગ્યે થયેલા આ અકસ્માતમાં 10 દર્દીઓના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ હોસ્પિટલના પહેલા માળે બનેલા ટ્રોમા કેરના ICUમાં લાગી હતી.

દર્દીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડતી વખતે હોસ્પિટલના ઓછામાં ઓછા 11 કર્મચારીઓ પણ દાઝી ગયા હતા. ઓડિશાના CM મોહન ચરણ માંઝી ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચી ગયા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને 25-25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

કહેવાય છે કે ICUમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જોકે, CMએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.