દુર્ઘટના@દિલ્હીઃ 5 માળની ઇમારત અચાનક ધરાશાયી, 1 વિદ્યાર્થીનું મોત
કાટમાળ નીચે દટાયેલા યુવકે મિત્રને ફોન કરીને કહ્યું- બચાવી લો
Updated: Sep 6, 2026, 17:39 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે, 3 ગંભીર રીતે ઘાયલ છે.
ઇમારતમાં પીજી ચાલે છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, દુર્ઘટના સમયે વિદ્યાર્થીઓ રૂમમાં હતા. 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે કાટમાળમાં કેટલા બાળકો ફસાયા છે.
ઘટના બપોરે 1:30 વાગ્યાની છે. સ્થાનિક લોકો હથોડા વડે કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાટમાળમાં કેટલીક ગાડીઓ પણ દબાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, કાટમાળની બાજુમાં એક અન્ય ઇમારત પણ પડવાની સ્થિતિમાં છે. પરંતુ લોકોને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે.

