દુર્ઘટના@દેશ: ટ્રકમાં પાછળથી એક પૂર ઝડપે ચાલતી કાર ઘૂસી, 4 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના

કાર ટ્રકમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે જેના કારણે કાર લગભગ 8 કિમી સુધી ટ્રક સાથે ઘસડાતી રહી.
 
દુર્ઘટના@દેશ: ટ્રકમાં પાછળથી એક પૂર ઝડપે ચાલતી કાર ઘૂસી, 4 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આગળ ચાલી રહેલા ટ્રકમાં પાછળથી એક પૂર ઝડપે ચાલતી કાર ઘૂસી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર ચાર શ્રદ્ધાળુનાં મોત થયાં. કાર ટ્રકમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે જેના કારણે કાર લગભગ 8 કિમી સુધી ટ્રક સાથે ઘસડાતી રહી.

ગાડીમાં મૃતદેહો પણ ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી. આ અકસ્માત પાપડદા વિસ્તારમાં એક્સપ્રેસવેના પિલર નંબર-193 પાસે મંગળવારે સવારે લગભગ સાડાપાંચ વાગ્યે થયો હતો.

મૃત્યુ પામેલા લોકોના નામ

નાંગલ રાજાવાતાનના DSP દીપક મીણાએ જણાવ્યું હતું કે કારમાં 5 શ્રદ્ધાળુ સવાર હતા. બધા ઉજ્જૈનમાં મહાકાલનાં દર્શન કરીને નોઈડા પરત ફરી રહ્યા હતા.કારની સૌથી પાછળની સીટ પર બેઠેલા બ્રિજમોહન ગુપ્તાને સામાન્ય ઈજાઓ થઈ છે.

1. મૃતકોમાં નોઈડાના રહેવાસી રાહુલ ગુપ્તા

2. પારસ અગ્રવાલ

3. પ્રિન્સ ગુપ્તા  

4.   વિક્રમ સિંહનો સમાવેશ થાય છે.