દુર્ઘટના@પટના: ગાઢ ધુમ્મસના કારણે 3 વાહનો એકબીજા સાથે અથડાયા, 2 લોકોના મોત, 4 ઘાયલ

અકસ્માત એટલો ભયાનક હતો કે પિતાનું માથું છુંદાઈ ગયું. જ્યારે પુત્રીનું માથું ધડથી અલગ થઈ ગયું. 
 
દુર્ઘટના@પટના: ગાઢ ધુમ્મસના કારણે 3 વાહનો એકબીજા સાથે અથડાયા, 2 લોકોના મોત, 4 ઘાયલ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પટનામાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.પટનામાં બખ્તિયારપુર-મોકામા ફોરલેન પર શનિવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત થયો. ગાઢ ધુમ્મસના કારણે ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા, જેમાં 2 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતકોમાં પિતા અને પુત્રીનો સમાવેશ થાય છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે પિતાનું માથું છુંદાઈ ગયું. જ્યારે પુત્રીનું માથું ધડથી અલગ થઈ ગયું. તેમની સ્કોર્પિયો ગાડીની છત ઉડી ગઈ. જ્યારે, પત્ની-પુત્ર સહિત 4 લોકો ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે.

માહિતી અનુસાર, સ્કોર્પિયોથી આગળ એક કન્ટેનર જઈ રહ્યું હતું, જેનું ટાયર અચાનક ફાટી ગયું અને તે રોકાઈ ગયું. ત્યારે પાછળ ચાલી રહેલી સ્કોર્પિયો કન્ટેનર સાથે અથડાઈ. આ પછી સ્કોર્પિયોની પાછળથી આવી રહેલી ક્રેટા કાર પણ અથડાઈ.

અકસ્માત પૂરના અથમલગોલાના ફુલેલપુર ગામ પાસે થયો. ASI અંજની કુમારે જણાવ્યું કે 2 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે 4 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પિતા-પુત્રીની ઓળખ બેંક કર્મચારી અનુપમ કુમાર અને તેમની પુત્રી આસ્થા તરીકે થઈ છે.