દુર્ઘટના@દેશ: કારચાલક ડોક્ટરે 2 મજૂરને અડફેટે લેતાં મોત, જાણો સમગ્ર દુર્ઘટના
સમગ્ર મામલે પાદરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
Nov 19, 2025, 16:34 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જ્ગ્યાએથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં છે. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયાં છે. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો છે. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
અકસ્માત કરનાર 40 વર્ષીય ડોક્ટર મૌલિક ઝવેરીનું અંકલેશ્વરમાં દવાખાનું છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ બંને મૃતકોના પોસ્ટમોર્ટમ અને પંચનામાની કાર્યવાહી કરાઈ રહી છે.
મૃતકનાં નામ
- દિલીપ દહિયા
- મનોજ કુમાર

