દુર્ઘટના@મિર્ઝાપુર: કાલકા એક્સપ્રેસ ટ્રેનથી 8 શ્રદ્ધાળુઓ કપાઈ ગયા, જાણો વધુ વિગતે

ટ્રેનમાં ભીડ હોવાને કારણે, કેટલાક શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ પર ન ઊતરતાં ટ્રેનની બીજી તરફના ટ્રેક પર ઊતરી ગયા.
 
દુર્ઘટના@મિર્ઝાપુર: કાલકા એક્સપ્રેસ ટ્રેનથી 8 શ્રદ્ધાળુઓ કપાઈ ગયા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં કાલકા એક્સપ્રેસ ટ્રેનથી 8 શ્રદ્ધાળુઓ કપાઈ ગયા. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા છે. ઘણા ઘાયલ થયા છે. ઘટના પછી સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ.

અકસ્માત સવારે 9:30 વાગ્યે પ્લેટફોર્મ નંબર 3 પર થયો. ચોપનથી પેસેન્જર ટ્રેન રેલવે સ્ટેશન પહોંચી. ટ્રેનમાં ભીડ હોવાને કારણે, કેટલાક શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ પર ન ઊતરતાં ટ્રેનની બીજી તરફના ટ્રેક પર ઊતરી ગયા. આ જ દરમિયાન, તેજ રફતારમાં કાલકા એક્સપ્રેસ તે ટ્રેક પરથી પસાર થઈ. યાત્રીઓ કંઈ સમજી શકે તે પહેલાં જ 7-8 લોકો ટ્રેનની અડફેટમાં આવી ગયા.

આ દુર્ઘટના પછી રેલવે ટ્રેક પર લોહી જ લોહી ફેલાઈ ગયું. મૃતદેહોના કટકા થઈ ગયા. પોલીસે ટુકડાઓને એકઠા કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. મૃતકોમાંના મોટાભાગના શ્રદ્ધાળુઓ પૂનમના સ્નાન માટે ગંગા ઘાટ જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવેના સિનિયર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.

2 સગીરા સહિત 6 મહિલાઓનાં મૃત્યુની પુષ્ટિ

આ અકસ્માતમાં 6 મહિલાઓના મોતની પુષ્ટિ થઈ છે. સવિતા, સાધના, શિવકુમારી, અંજુ દેવી, સુશીલા દેવી અને કલાવતી દેવી નો સમાવેશ થાય છે. સવિતા અને સાધના સગી બહેનો છે.