દુર્ઘટના@રાજસ્થાન: એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી, 15થી વધુનાં મોતની આશંકા

અકસ્માતમાં બે બાળકો અને ચાર મહિલાઓ સહિત 20થી વધુ લોકો દાઝી ગયા.
 
દુર્ઘટના@રાજસ્થાન: એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી, 15થી વધુનાં મોતની આશંકા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજસ્થાનના જેસલમેરમાં ગઇકાલે બપોરે એક ચાલતી AC સ્લીપર બસમાં આગ લાગી. આગ ઝડપથી ફેલાઈ ગઈ અને લોકો બચવા માટે ચાલતી બસમાંથી કૂદી પડ્યા. આ અકસ્માતમાં બે બાળકો અને ચાર મહિલાઓ સહિત 20થી વધુ લોકો દાઝી ગયા. ત્રણ એમ્બ્યુલન્સ ઘાયલ મુસાફરોને જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાંથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા. મોટાભાગના મુસાફરો 70 ટકા સુધી દાઝી ગયા હતા.

બસમાં 57 મુસાફરો હતા. મ્યુનિસિપલ કાઉન્સિલના સહાયક ફાયર ઓફિસર કૃષ્ણપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અકસ્માતમાં 20 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શંકા. પ્રત્યક્ષદર્શીઓ અને ફાયર ફાઈટરોનું માનવું છે કે મૃત્યુઆંક 20થી વધુ હોઈ શકે છે. બસ એટલી ગરમ છે કે મૃતદેહોને બહાર કાઢી શકાતા નથી.