દુર્ઘટના@દેશ: UPના લખીમપુર ખીરીમાં રોડ અકસ્માત સર્જાયો, 10 લોકોના મોત, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.યુપીના લખીમપુરમાં રોડ અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા. UPના લખીમપુર ખીરીમાં સોમવારે રોડ અકસ્માતમાં 10 લોકોના મોત થયા. અહીં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે સામેથી આવી રહેલા મેજિક વાહનને ટક્કર મારી. મેજિકમાં 2 મહિલાઓ સહિત કુલ 10 લોકો સવાર હતા. અકસ્માતમાં બધાના જીવ ગયા.
ટક્કર એટલી ભયાનક હતી કે મેજિક ઘસડાતું 10 ફૂટ દૂર જઈને અટક્યું. તેમાં બેઠેલા લોકોના માથા ફાટી ગયા. એક વ્યક્તિનો આખો ચહેરો ઓળખ ન થાય તેવો થઈ ગયો. લોકો સીટની વચ્ચે જ ફસાઈ ગયા. બે લોકો ઉછળીને બહાર રોડ પર પડ્યા. આસપાસ હાજર લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસને જાણ કરી. રાહત કાર્ય શરૂ કર્યું.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને એક ઘાયલને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યો. સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મેજિક વાહન લખીમપુરથી સિસૈયા તરફ જઈ રહ્યું હતું. તેને બહરાઈચથી આવી રહેલા ટ્રકે સામેથી ટક્કર મારી. ટ્રકની સ્પીડ ખૂબ જ વધારે હતી. અચાનક બેકાબૂ થઈ ગયો. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.
પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર પીલીભીત-બસ્તી હાઈવે પર અદલીસપુર ગામ પાસે થયો.

