દુર્ઘટના@મિર્ઝાપુર: કપચી ભરીને આવી રહેલું ટ્રેલર બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બન્યું, 11 લોકોના મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી કરી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. યુપીના મિર્ઝાપુરમાં ગઇકાલે રાત્રે માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલું ટ્રેલર બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બન્યું હતું. ટ્રેલરે પહેલા સ્વિફ્ટ કારને ટક્કર મારી, પછી એક ટ્રક સાથે અથડાયું. કાર બંને ટ્રકોની વચ્ચે ફસાઈ ગઈ. આ દરમિયાન પાછળથી આવી રહેલી બોલેરો ટ્રોલામાં ઘૂસી ગઈ.

અકસ્માતમાં બોલેરોમાં આગ લાગી ગઈ. તેમાં ડ્રાઈવર સહિત નવ લોકો જીવતા સળગી ગયા. તમામ મૃતકો પરસ્પર સંબંધી હતા. આ ઉપરાંત ટક્કરના કારણે સ્વિફ્ટ કારમાં સવાર અને ટ્રકના ડ્રાઈવરનું પણ દબાઈ જવાથી મોત થયું. અકસ્માત ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

એસપી અપર્ણા રજત કૌશિકે જણાવ્યું કે બોલેરોમાં સવાર તમામ લોકો જીગના પોલીસ સ્ટેશનના નરૈના ગામના રહેવાસી હતા. પરિવાર મૈહરથી દીકરાનું મુંડન કરાવીને પરત ફરી રહ્યો હતો. અકસ્માતમાં 7 વર્ષના બાળક અને તેની માતાનું પણ મોત થયું. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ટ્રક ચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી કરી.

બાળક સહિત નવ જીવતા ભડથું થયા, માતા-પુત્ર અને પુત્રીનું મૃત્યુ મિર્ઝાપુર ડીએમ મુજબ, મિર્ઝાપુરના જીગના પોલીસ સ્ટેશનના નરૈના નિવાસી અરુણ સિંહનો પરિવાર પુત્ર શિવા (7) વર્ષનું મુંડન કરાવવા મૈહર ગયો હતો. આ અકસ્માતમાં શિવા અને તેની માતા વંદના સિંહ (38)નું પણ મૃત્યુ થયું છે. આ ઉપરાંત પરિવારના જ વીણા સિંહ (47), પુત્ર પીયૂષ સિંહ (15) અને પુત્રી સોનમનો પણ જીવ ગયો. બોલેરોમાં સવાર પ્રિયંકા (42), કાર્તિકેય (18), પંકજ સિંહ (40), સોનમ (9) અને વિષ્ણુ (બોલેરો ડ્રાઈવર, નિવાસી રામપુર) જીવતા સળગીને મૃત્યુ પામ્યા. પ્રિયંકા સિંહ અને કાર્તિકેય સિંહ મધ્યપ્રદેશના હતા, જેઓ મુંડનમાં સામેલ થવા આવ્યા હતા. જ્યારે સ્વિફ્ટ કારમાં સવાર મૃતક જય પ્રકાશ (27) સોનભદ્રના હતા. ટ્રક ડ્રાઈવર વિકાસ પણ મધ્યપ્રદેશનો રહેવાસી હતો.