રિપોર્ટ@દેશ: ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું, 31 મે કેરળ પહોંચશે

તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. 
 
વરસાદ આગાહી 2

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. તો પણ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું.

આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે.

IMD અનુસાર મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે.