નિયમ@હાઇકોર્ટ: નવા કાયદા મુજબ પહેલા ધોરણમાં પ્રવેશ માટે છ વર્ષ પૂરા થવા ફરજિયાત

  • કાયદાનું અર્થઘટન હાનિકારક ન હોવું જોઈએ : હાઈકોર્ટ
 
ચુકાદો@હાઇકોર્ટઃ ભરતીઓને અસર કરતો 2018નો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  • નવા નિયમને પડકારતી 53 અરજીઓ થઈ છે

છ વર્ષ પૂરા થયા હોય તો જ ધોરણ-1માં પ્રવેશ આપવા અંગેના સરકારના નવા નિયમના લીધે, છ વર્ષમાં એક જ દિવસ ખૂટતો હોવાથી પ્રવેશથી વંચિત બાળકના પિતાએ કરેલી અરજીમાં, હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, અરજદારના બાળકને બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવે.

ભૂતકાળમાં હાઈકોર્ટે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતને ટાંકતા હાઈકોર્ટે કહ્યું છે કે, જ્યારે કાયદામાં શબ્દ કે શબ્દોનો સમુહ બે વૈકલ્પિક અર્થઘટન પુરા પાડવા માટે સક્ષમ હોય, જે એક સમાન અર્થ તરફ્ દોરી જાય છે. જ્યારે શબ્દોની મારામારીમાં પડયા વગર અથવા તો વસ્તુથી વિચલિત થયા વગર કાયદો અથવા નિયમનો શબ્દ અથવા વસ્તુનો વૈકલ્પિક અર્થ આપવો શક્ય છે. આ પ્રકારના વૈકલ્પિક અર્થ કાયદા અથવા નિયમની જોગવાઈને હેતુપૂર્ણ બનાવવા માટે લાગુ કરવા જોઈએ.

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે પહેલી જૂનના રોજ બાળકને છ વર્ષ પૂર્ણ થવામાં એક દિવસની ઘટ પડે છે. સરકારના નવા નિયમ મુજબ પહેલી જૂને બાળકના છ વર્ષ પુરા થયા હોય તેને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. જો અરજદારના બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તો તેને ફ્રીથી સિનિયર કેજીમાં જવુ પડશે અને તેનુ એક વર્ષ બગડશે. બીજી તરફ્, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, વર્ષ 2012ના રૂલ્સમાં સરકારે વર્ષ 2020માં સુધારો કરીને ત્રણ વર્ષ સુધી આ સુધારાના અમલ પર રાહત આપેલી.

નવા નિયમને પડકારતી 53 અરજીઓ થઈ છે

પહેલી જૂને જે બાળકના છ વર્ષ પૂરા થયા ન હોય તેને પહેલા ધોરણમાં પ્રવેશ ના મળી શકે તેવા સરકારી નિયમની કાયદેસરતાને પડકારતી જુદી જુદી 53 અરજીઓ હાઈકોર્ટમાં થયેલી છે. જેમાં, હાઈકોર્ટેસરકારને નોટિસ પાઠવેલી છે. જે અરજીની સુનાવણી 12 જૂને હાથ ધરાશે.