રિપોર્ટ@દેશ: મુખ્તારના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ મૃત્યુનું કારણ હાર્ટ એટેક, મૃતદેહને ગાઝીપુર લાવવામાં આવ્યો

 મૃત્યુ કેસની તપાસના આદેશ આપ્યા છે
 
રિપોર્ટ@દેશ: મુખ્તારના પ્રાથમિક રિપોર્ટ મુજબ મૃત્યુનું કારણ હાર્ટ એટેક, મૃતદેહને ગાઝીપુર લાવવામાં આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં હાર્ટએટેકથી મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હાર્ટએટેકના બનાવો સામે આવતા હોય છે.  ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું ગુરુવારે (28 માર્ચ) રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેને જેલમાંથી રાત્રે 8:25 કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઉલ્ટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો. 9 ડૉક્ટરોએ તેની સારવાર કરી, પરંતુ તેને બચાવી શકાયો નહીં. તેમના મૃતદેહને લઈને પ્રશાસનનો કાફલો બાંદાથી ગાઝીપુર પહોંચ્યો છે.

આ પહેલા શુક્રવારે 3 ડોક્ટરોની પેનલ સહિત 5 લોકોની ટીમે મુખ્તારનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમ સવારે 11 વાગ્યે શરૂ થયું અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલ્યું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે.

મુખ્તારના મૃતદેહને રાતે 1.15 વાગ્યે રોડ માર્ગે ગાઝીપુરમાં તેના પૈતૃક ઘરે લાવવામાં આવ્યો હતો. આજે સવારે 10 વાગ્યે કાલી બાગ કબ્રસ્તાનમાં તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ દરમિયાન મુખ્તારના પુત્ર ઓમરે બાંદા ડીએમને પત્ર લખ્યો હતો. પિતા મુખ્તારનું પોસ્ટમોર્ટમ દિલ્હી એમ્સમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારા પરિવારને બાંદાની મેડિકલ સિસ્ટમ પર વિશ્વાસ નથી. બીજી તરફ, બાંદા ડીએમની ભલામણ પર, સીજેએમએ મુખ્તારના મૃત્યુની ન્યાયિક તપાસના આદેશ જારી કર્યા છે.

દિલ્હી એમ્સમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારા પરિવારને બાંદાની મેડિકલ સિસ્ટમ પર વિશ્વાસ નથી. બીજી તરફ, બાંદા ડીએમની ભલામણ પર, સીજેએમએ મુખ્તારના મૃત્યુની ન્યાયિક તપાસના આદેશ જારી કર્યા છે.  અહીં સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મૌ અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરે પણ સતર્ક રહેવા સૂચના આપી છે.

મુખ્તારને આજે સવારે તેના ઘરથી 400 મીટર દૂર કાલી બાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. મુખ્તારના માતા-પિતાની કબરો અહીં છે. મુખ્તારને તેની બાજુમાં જ સુપુર્દ એ ખાક કરાશે. ગાઝીપુર મોહમ્મદાબાદ શહેરમાં દુકાનો અને સંકુલો બંધ રહ્યા હતા. પોલીસે વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા છે અને મુખ્તારના ઘરથી કબ્રસ્તાન સુધી પોલીસ ફોર્સ તૈનાત છે.

પ્રશાસન સાથે વાત કર્યા બાદ મુખ્તારના પરિવારે તેને સુપુર્દ એ ખાક કરવા માટે સવારે 10 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. મુખ્તારને કાલીબાગના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ દરમિયાન ભારે પોલીસ ફોર્સ હાજર રહેશે. મુખ્તારના ઘરે તેનો મૃતદેહ પહોંચ્યા બાદ મીડિયાકર્મીઓને 300 મીટર દૂર અટકાવી દેવામાં આવ્યા હતા.