કાર્યવાહી@દિલ્હી: કોર્ટમાં NEET લીક કેસની સુનાવણી: 14 આરોપી નિર્દોષ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં NEET-UG પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી થઈ છે. કોર્ટે NTA સાથે જોડાયેલા ત્રણ સબ્જેક્ટ એક્સપર્ટ સહિત તમામ 14 આરોપીઓ વિરુદ્ધ આરોપો નક્કી કરી દીધા છે.
કોર્ટમાં રજૂ થયેલા તમામ આરોપીઓએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ કેસનો સામનો કરશે.
*શું છે આરોપ?*
કોર્ટ અનુસાર, આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર સહિત અનેક ગુનાઓમાં આરોપો નક્કી કરાયા છે.
આરોપ છે કે, NTA ના ત્રણ એક્સપર્ટ મનીષા ગુરુનાથ મંધારે (બાયોલોજી), પી.વી. કુલકર્ણી (કેમિસ્ટ્રી) અને મનીષા સંજય હવાલદાર (ફિઝિક્સ) એ ગોપનીય પ્રશ્નો ગેરકાયદે રીતે મેળવીને અન્ય આરોપીઓ સુધી પહોંચાડ્યા હતા.
*હવે શું થશે?*
કોર્ટે 25 નવેમ્બરથી આ કેસની રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. હવે કોર્ટમાં સાક્ષીઓ અને પુરાવાઓની નોંધણી થશે.

