કાર્યવાહી@દેશ: ભેળસેળખોરો પર તવાઈ! 314 દુકાનો સીલ, 1133 લાયસન્સ સસ્પેન્ડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળખોરો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ મોટી કાર્યવાહી કરી છે.FSSAI દ્વારા 1 સપ્ટેમ્બરથી 5 નવેમ્બર સુધી 66 દિવસ સુધી દેશભરમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન દેશભરની 56,431 દુકાનો અને ફૂડ કંપનીઓની તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં દૂધ, પનીર, ઘી અને મીઠાઈ સહિતના 11 પ્રકારના ખાદ્ય પદાર્થો માનકો મુજબ ન હોવાનું સામે આવ્યું છે.
મોટી કાર્યવાહી:3,279.57 ટન (લગભગ 3,280 ટન) પ્રતિબંધિત અને નબળી ગુણવત્તાનો માલ જપ્ત
કિંમત અંદાજે ₹81.80 કરોડ (લગભગ 82 કરોડ)
52 લાયસન્સ રદ1,
133 લાયસન્સ સસ્પેન્ડ
314 દુકાનો / પ્રતિષ્ઠાનો સીલ
FSSAIએ શનિવારે (8 નવેમ્બર) સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહેવારોમાં ભેળસેળ અટકાવવા અને લોકોને સુરક્ષિત ભોજન મળી રહે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

