જાહેરાત@દેશ:વાયુસેનામાં નોકરી મેળવવાની સુવર્ણ તક,આ રીતે કરો અરજી

નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર છે
 
Advertisement A golden opportunity to get a job in the Air Force apply this way

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 ઈન્ડિયન એર ફોર્સ (IAF) એ ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) બ્રાન્ચમાં ખાલી જગ્યાઓ ભરવા માટે એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ 2 (AFCAT 2) 2023 માટે અરજીઓ મંગાવી છે. પસંદ કરાયેલ ઉમેદવારોને જુલાઈ 2024ના કોર્સ માટે પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય IAF એ NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ (ફ્લાઈંગ બ્રાન્ચ) માટે પણ અરજીઓ મંગાવી છે.આવી સ્થિતિમાં, રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.indianairforce.nic.in પર જઈને અરજી કરી શકે છે.ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) બ્રાન્ચમાં ભરતી માટે અરજી કરવાની પદ્ધતી ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવી છે. ઉમેદવારોએ તમામ સુચનાઓ વાંચી અને સમજીને ફોર્મ ભરવું કારણ કે ખોટી રીતે ભરાયેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત, કોઈપણ ઉમેદવારનું ફોર્મ છેલ્લી તારીખ પછી પણ એરફોર્સ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં

મહત્વની તારીખો

અગાઉ IAF એ માર્ચ 2023 માં એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ 1 (AFCAT 1) નું પરિણામ જાહેર થયુ હતું. AFCAT 2 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. AFCAT પરીક્ષા 25, 26 અને 27 ઓગસ્ટના રોજ યોજાશે. એડમિટ કાર્ડ 10 ઓગસ્ટના રોજ આપવામાં આવશે. એડમિટ કાર્ડ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેને ડાઉનલોડ કરી શકશે.

ભારતીય વાયુસેના ભરતી 2023 ની સત્તાવાર સૂચના અનુસાર, કુલ 276 જગ્યાઓ ભરતી દ્વારા ભરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી સબમિટ કરવાની રહેશે. જ્યારે, NCC ઉમેદવારોએ કોઈપણ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે નહીં.

લાયકાત

નોટિફિકેશન મુજબ, 12મા ધોરણમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. જો કે, ઉમેદવારો માટે સ્નાતક હોવું પણ જરૂરી છે. ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા ફરજિયાત છે. વધુ વિગતો સૂચનામાં ચકાસી શકાય છે.

આ રીતે કરો અરજી

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ https://indianairforce.nic.in/ પર જાઓ
  • હવે રિક્રુટમેન્ટ લિંક પર ક્લિક કરો
  • હવે પર્સનલ ડિટેલ્સ ભરીને ફોર્મને સબમિટ કરો
  • હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફી ભરી દો
  • ફોર્મને ડાઉનલોડ કરીને પોતાની પાસે જરૂરથી રાખો