જાહેરાત@દેશ: ઈન્ડિયન નેવીમાં બમ્પર ભરતી આવી, પરીક્ષા વિના થશે પસંદગી, જાણો વધુ વિગતે

 ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. 
 
જાહેરાત@દેશ: ઈન્ડિયન નેવીમાં બમ્પર ભરતી આવી, પરીક્ષા વિના થશે પસંદગી, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઈન્ડિયન નેવીમાં બમ્પર ભરતી જાહેરાત આવી છે. ઈન્ડિયન નેવીએ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર્સની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી અભિયાન દ્વારા સંગઠનમાં SSC અધિકારીઓની 254 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઈચ્છુક અને લાયક ઉમેદવારો નેવીની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને આ નોકરી માટે અરજી કરી શકે છે.

નોંધણી પ્રક્રિયા 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 માર્ચ 2024 છે. લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે ઉમેદવારો સૂચના જોઈ શકે છે.

આ ભરતી અભિયાન દ્વારા SSC ઓફિસરની 254 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. 
એક્ઝિક્યુટિવ બ્રાન્ચ- 136
એજ્યુકેશન બ્રાન્ચ - 18
ટેકનિકલ બ્રાન્ચ - 100

જરુરી લાયકાત
ઈન્ડિયન નેવીની આ ભરતી માટે ઉમેદવારો પાસે BE અથવા B.Techની ડિગ્રી હોવી જરૂરી છે. તો ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. ઈન્ડિયન નેવીની આ ભરતીમાં કેડરવાઈઝ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરેની વિગતવાર સૂચના જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં ઉમેદવારોને નોર્મલાઇઝ્ડ સ્કોર અનુસાર શોર્ટલિસ્ટ કરવામાં આવશે. નોર્મલાઇઝ્ડ સ્કોર ક્વોલિફાઇંગ ડિગ્રીમાં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ કરવામાં આવેલા ઉમેદવારોને SSB ઈન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે. ઉમેદવારોને આ માહિતી ઈ-મેલ અથવા SMS દ્વારા આપવામાં આવશે. તેમજ SSB માર્ક્સ દ્વારા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ મેડિકલ ટેસ્ટમાં જગ્યાઓની સંખ્યા પ્રમાણે પાત્ર ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવશે.

પગાર ધોરણ
SSB દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોનો બેસિક પગાર 56100 રૂપિયા હશે. આ સાથે જ અન્ય ભથ્થા પણ મળવાપાત્ર રહેશે. વધુ માહિતી ઈન્ડિયન નેવીની સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકો છો.