જાહેરાત@દેશ: DRDOમાં આવી વિવિધ પદો પર મોટી ભરતી, કેવી રીતે કરી શકાસે અરજી

DRDOમાં કયી જગ્યાએ કેટલી ભરતી બહાર પડી
 
જાહેરાત@દેશ: DRDOમાં આવી વિવિધ પદો પર મોટી ભરતી, કેવી રીતે કરી શકાસે અરજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

નોકરી રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે.drdoમાં આવી મોટી ભરતી,તો જલદી  અરજી કરો.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ વિવિધ વિભાગોમાં વૈજ્ઞાનિક 'B' ની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની આ ભરતી અભિયાન DRDO, DST, ADA અને CME વિભાગોમાં વૈજ્ઞાનિક 'B' ની કુલ 204 ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્‍ય રાખે છે.DRDOમાં કયી જગ્યાએ કેટલી ભરતી બહાર પડી…

-સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) - 181 જગ્યાઓ

-વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) - 11 જગ્યાઓ

-એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) - 06 જગ્યાઓ

-કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ (CME)-06 જગ્યાઓ

શૈક્ષણિક લયકાત, વયમર્યાદા શું હોવી જોઈએ??

DRDOની આ ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 25 મે, 2023ના રોજ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ઓછામાં ઓછી પ્રથમ વર્ગની સ્નાતકની ડિગ્રી અથવા તેની સમકક્ષ. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં GATE સ્કોર હોવો આવશ્યક છે.

જનરલ, OBC અને EWS પુરૂષ ઉમેદવારો માટે અરજી ફી રૂ 100 છે. જ્યારે SC/ST/PWD અને મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.

અરજી કેવી રીતે કરવી ??

સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ drdo.gov.in પર જાઓ.

હોમપેજ પર કારકિર્દી પર ક્લિક કરો.

હવે સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ પર ક્લિક કરો અને એડવર્ટાઈઝમેન્ટ નંબર 145 પર જાઓ.

હવે અરજી લિંક પર ક્લિક કરો અને નોંધણી કરો.

લોગિન કરો અને ફોર્મ ભરો, ફી ચૂકવો અને સબમિટ કરો.