નિર્ણય@દેશ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આહવાન બાદ નિર્ણય,સેનાના જવાનોને ભોજનમાં બાજરીનો રોટલો પીરસાશે

 હવે જવાનો પણ આરોગશે બાજરાનું ભોજન,

 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ ફોર્સ અને નેશનલ NDRFના ભોજનમાં પણ 30 ટકા બાજરી (શ્રી અન્ન) હશે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આદેશ જારી કર્યો છે. જે અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આહવાન બાદ તમામ દળોના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે બાજરી ઉર્જાથી ભરપૂર હોય છે, ઓછી પાણીની જરૂરિયાત સાથે દુષ્કાળ પ્રતિરોધક હોય છે.બાજરીનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે
હાલ ઈન્ટરનેશનલ મિલેટ ઈયર-2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ નિણર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ છે. જે ઉજવણીના ભાગરૂપે ગૃહ મંત્રાલયે દળોને બાજરી આધારિત મેનૂ રજૂ કરવા તાકીદ કરી છે. આ મામલે ગૃહ મંત્રાલયનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર તમામ દળોએ મિલેટ અંગે જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે જે પણ ભોજનમાં બાજરી દાખલ કરવા આતુર હોય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.CAPF અને NDRFના કાર્યક્રમોમાં બાજરીનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય પોલીસ કલ્યાણ બાજરી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રદર્શનો, સેમિનાર, વેબિનાર યોજાશે

બાજરીના મેનુ એડ કર્યા બાદ આ અંગે રસોઇ માટે પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા બાજરી આધારિત વાનગીઓ તૈયાર કરવા માટે રસોઈયાઓ માટે તાલીમ પણ ગોઠવવામાં આવશે. બીજી બાજુ જવાનો અને તેમના પરિવારના સભ્યોમાં બાજરીના ઉપયોગ માટે જાગૃતિ લાવવા નિષ્ણાત લોકો અને એજન્સીઓને પણ કામે લગાડવામાં આવશે. આ ઉપરાંત 'Know Your Millets' પર વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો, સેમિનાર, વેબિનાર, વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે.

બાજરીના મહત્વને ઓળખીને, યુનાઈટેડ નેશન્સે લોકોને પોષક આહાર આપવા તેમજ સ્થાનિક અને વૈશ્વિક માંગ પેદા કરવા માટે 2023ને મિલેટ્સ આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ અનાજ આરોગ્ય માટે સારું છે અને ખેડૂતો માટે ફાયદાકારક અને પર્યાવરણને અનુકૂળ પણ છે.