મોંઘવારી@દેશ: ટામેટા-ડુંગળી બાદ હવે ચોખાના ભાવ વધી શકે, જાણો શું છે કારણ ?

 
Tomato

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં મોંઘવારી સતત વધતી જાય છે, જેનાથી સામાન્ય જનતાના હાલ બેહાલ થઈ રહ્યા છે. ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ટામેટા, ડુંગળી, લીલા મરચા, આદુ સહિત દાળના ભાવ આકાશે આંબી રહ્યા છે. તો વળી હવે ચોખાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેની અસર ભારતના એક મોટા વર્ગ પર પડશે, જે દરરોજ ભાત ખાઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, ઈંટરનેશનલ માર્કેટમાં ચોખાના ભાવ 11 વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયા છે. ભારતમાં પણ તેની અસર જોવા મળી શકે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ નીનો ઈફેક્ટના કારણે ચોખાના મુખ્ય ઉત્પાદકો તરફથી ઓછા ઉત્પાદનનો ખતરો અનુભવી રહ્યા છે. જેનાથી ગરીબ એશિયાઈ તથા આફ્રિકી દેશોમાં ચોખાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે, ભારત વિશ્વમાં મોટો ચોખા એક્સપોર્ટરમાંથી એક છે અને બાકી સામાનની સાથે ચોખાના ભાવ વધવાથી લોકોને વધારે પૈસા આપીને ચોખા ખરીદવા પડશે.

ભારત દુનિયાભરમાં 40 ટકાથી વધારે ચોખા એક્સપોર્ટ કરે છે. વર્ષ 2022માં ભારતે 5.6 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. પણ આ વખતે સલ્પાઈ ઓછી થવાથી ચોખાના ભાવ વધી રહ્યા છે. જાણકારી અનુસાર, એશિયામાં લગભગ 3 અબજ લોકો ચોખા ખાય છે અને તે પાણી આધારિત પાક છે. એશિયામાં 90 ટકા ચોખાનું ઉત્પાદન થાય છે. મૌસમી પરિસ્થિતિનો પ્રભાવ ચોખા પર પડવાથી ગ્લોબલ માર્કેટમાં ચોખાના ભાવ વધી રહ્યા છે. દેશમાં એક્સપોર્ટ થનારા ચોખાની કિંમત 9 ટકા સુધી વધી ગઈ છે, જે 5 વર્ષમાં સૌથી વધારે છે .