આગ@સિકંદરાબાદ: હાઇ સ્પીડે દોડી રહેલી ટ્રેનમાં આગ લાગતાં ત્રણ ડબ્બા ખાખ, મુસાફરોનો આબાદ બચાવ

 ટ્રેન ઓછામાં ઓછી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તમે ટ્રેનના અકસ્માતની અનેક ઘટનાઓ જોઈ હશે.આવીજ એક ઘટના સામે આવી  છે.સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેન જે તેલંગાણાના જઈ રહી હતી. સિકંદરાબાદ જઈ રહેલી ટ્રેનમાં આચાનક આગ લાગી હતી.આ ટ્રેન ૧૦૦ ની જડપે જઈ રહી હતી.ટ્રેન સિકંદરાબાદથી તેલંગાણાના જઈ રહી હતી.તેલંગાણાના નાલગોંડામાં સવારે 11.30 વાગ્યે બનેલી આ ઘટનામાં ડ્રાઈવરે તૈયારી બતાવીને ટ્રેન રોકી હતી, ત્યારબાદ તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા.આના કારણે કોઈને ઈજા થઈ નથી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં ત્રણેય કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.ફલકનુમા એક્સપ્રેસમાં લાગેલી આગને કારણે ત્રણ કોચ S4, S5 અને S6 સંપૂર્ણ રીતે રાખ થઈ ગયા છે. નાલગોંડાના પગડીપલ્લી વિસ્તારમાં આગ લાગ્યા બાદ મુસાફરોને આગળ લઈ જવા માટે બીજી ટ્રેન બોલાવવામાં આવી છે. આ ટ્રેન દ્વારા મુસાફરોને આગળ મોકલવામાં આવશે.રેલ્વે સીપીઆરઓ અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ જાણી શકાયું નથી. એવું માનવામાં આવે છે કે કોચના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે ટ્રેનની ઝડપ વધુ હોવાના કારણે પવનના કારણે વધી હતી અને ત્રણ કોચ બળી ગયા હતા. અકસ્માતનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં પણ ટ્રેનની બોગી સળગતી જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરોની સુરક્ષાને મોટો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.