ઘટના@મુંબઈ: અક્ષય કુમારની 11 વર્ષની પુત્રીને શ્વાને બચકા ભર્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પાલતુ કૂતરો નિતારાને કરડ્યો
 
પાલતુ કૂતરો નિતારાને કરડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અક્ષય કુમાર પોતાના બાળકોને મીડિયાથી દૂર રાખે છે. જો કે તેઓ અવાર-નવાર તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હવે તાજેતરમાં અભિનેત્રીએ તેની પુત્રી સાથે થયેલા અકસ્માતનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે થોડાં સમય પહેલા તેની પુત્રી નિતારાને તેના પાલતુ કૂતરાએ બટકા ભર્યા હતા. આ સમાચાર પછી ફેન્સ થોડાં ટેન્શનમાં આવી ગયા છે, પરંતુ તમને જણાવી દઈએ કે હવે ગભરાવાની કોઈ વાત નથી.

ટ્વિંકલ ખન્નાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં તેની તાજેતરની કોલમમાં આનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે લખ્યું હતું કે, ક્રિસમસની રજાઓ દરમિયાન તેની પુત્રી નિતારાને તેનો પાલતુ કૂતરો તેના બંને હાથ પર કરડ્યો હતો. અભિનેત્રીએ આ કોલમમાં તેના પિતરાઈ ભાઈના પાલતુ કૂતરા ફ્રેડી અને તેની પુત્રીના તેના પ્રત્યેના જોડાણ વિશે વિગતવાર વાત કરી હતી.

ટ્વિંકલે આ ઘટના વિશે આગળ લખ્યું કે, નિતારાને હડકવાના ત્રણ અને ટિટનેસનું એક ઈન્જેક્શન મળ્યા હતા. ક્રિસમસ પર કોઈએ આકસ્મિક રીતે બાળકોની સામે ચિકનની પ્લેટ મૂકી હતી અને ફ્રેડી પણ ત્યાં હતો. તે પ્લેટ પર કૂદી પડ્યો અને તેને ખાવા લાગ્યો હતો.

મારી 11 વર્ષની પુત્રીને ચિંતા હતી કે ફ્રેડી કદાચ લાકડા સાથે ચિકન ન ખાઈ જાય. તેણે તેને ખેંચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે તેના પર હુમલો કરી દીધો અને નિતારાના બંને હાથ પર બટકા ભર્યા.

ફ્રેડીના કરડ્યા પછી નિતારાની પ્રતિક્રિયા યાદ કરતાં ટ્વિંકલે લખ્યું છે કે, 'હડકવાના ત્રણ ઈન્જેક્શન અને બાદમાં ટિટનેસનું એક ઈન્જેક્શન હોવા છતાં, તેને કોઈ અફસોસ નથી. નિતારા તેને અકસ્માત કહે છે. તેણે કહ્યું કે, ફ્રેડીનો અર્થ મને કરડવાનો ન હતો અને જ્યાં સુધી ફ્રેડી ઠીક છે, તો કોઈ ફર્ક નથી પડતો.