આગાહી@દેશ: વાવાઝોડું અને ભારે પવન સાથે અહીં એલર્ટ જાહેર, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

 
Mocha

અટલ સમાચાર, ડેસ્ક

ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ શરુ થઈ ગયો છે. તાપમાન સરેરાશથી વધારે બનેલું છે. હવામાન વિભાગે હિટવેવનું એલર્ટ જાહેર કરી દીધું છે. તો વળી અમુક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMD અનુસાર, સાઈક્લોન મોચાના પ્રભાવના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત દક્ષિણ ભારતીય રાજ્યોમાં આગામી થોડા દિવસ સુધી તેજ હવા સાથે વરસાદ થઈ શકે છે. તમિલનાડૂ, પુડુચેરી અને કરાઈકલમાં આજે વરસાદ થવાનું પૂર્વાનુમાન મૌસમ વિભાગે જણાવ્યું છે.

પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો, અહીં હળવાથી ભારે વરસાદની સંભાવના IMDએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 13મેના રોજ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં 14 મેના રોજ વ્યાપક વરસાદનું પૂર્વાનુમાન IMDએ વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, દેશના અન્ય વિભાગમાં કોઈ મોટા ફેરફાર થવાના સંકેત નથી. અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહમાં આજે ભારે વરસાદ થશે. આ ઉપરાંત અહીં 50-60 કિમી પ્રતિ કલાકે હવા ચાલશે.

ત્રિપુરા અને મિઝોરમમાં સાઈક્લોન મોચાની અસર જોવા મળી શકે છે. આ બંને રાજ્યોમાં 13 અને 14 મેના રોજ ક્રમશ: ભારેથી બહુ ભાર વરસાદ થવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણી આસામમાં 14મેના રોજ ભારે વરસાદ થશે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો, આઈએમડીનું કહેવું છેકે, આગામી એક અઠવાડીયા સુધી લૂથી રાહત મળશે. આગામી બેત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆરમાં વધારે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધારે પહોંચી શકે છે. એક નવો પશ્ચિમી વિક્ષોભ ભારતના ઉત્તર અને પશ્ચિમી ક્ષેત્રને પ્રભાવિત કરશે, જેને લઈને 13મેના રોજ દિલ્હી-NCRમાં ધૂળ ભરેલી આંધી ચાલવાથી વરસાદ થશે.

બંગાળની ખાડીમાં ઊભા થયેલા ચક્રવાત મોચાને 13મે સુધી લેંડફોલ કરવાની સંભાવના છે. હવામાન વિભાગનું માનીએ તો, ચક્રવાતના ભારતીય તટ પર લેંડફોલ કરવાની આશા નથી અને તે મ્યાંમાર તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત નરમ પડવા અને ભારતીય તટને છોડવાના કારણે દેશના તટીય રાજ્યોમાં વરસાદની સંભાવના ક્ષીણ પડી ગઈ છે અને તાપમાન વધવા લાગ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના મોટા ભાગમાં આગામી બે-ત્રણ દિવસ સુધી લૂ ચાલવાની ચેતવણી IMDએ જાહેર કરી છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સમુદ્રનું સ્તર અને સમુદ્રના પાણીનું તાપમાન વધી રહ્યું છે. પરિણામે લૂની સ્થિતી વધારે રહેશે.