એલર્ટ@દેશ: 25 રાજ્યોમાં આગામી 5 દિવસમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું
વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું
Jul 1, 2024, 17:49 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગએ દેશનાં 25 રાજ્યોમાં આજે અને આગામી 5 દિવસમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
તેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઝારખંડ, દક્ષિણ અને ઉત્તર-પૂર્વના રાજ્યોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું હવે દેશના લગભગ તમામ રાજ્યોમાં પહોંચી ગયું છે. આગામી ત્રણ દિવસમાં તે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના બાકીના ભાગોને પણ આવરી લેશે. જૂનમાં દેશભરમાં 165.3 મિમીને બદલે 147.2 મિમી વરસાદ નોંધાયો હતો. આ સામાન્ય કરતાં 11% ઓછું છે.