એલર્ટ@દેશ: હવામાન વિભાગે 20 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
Jul 15, 2024, 16:21 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 20 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ, તેલંગાણા, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ-મરાઠવાડા (મહારાષ્ટ્ર), છત્તીસગઢ, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, ઉત્તર કર્ણાટક, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, સમાવેશ થાય છે. ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા છે.
મહારાષ્ટ્રમાં ટ્રેક પર કાટમાળના કારણે મુંબઈ જતી માંડવી એક્સપ્રેસ ખેડ સ્ટેશન પર રોકાઈ હતી, જ્યારે શ્રી ગંગાનગર એક્સપ્રેસને કામથે સ્ટેશન પર, તેજસ અને જનશતાબ્દી એક્સપ્રેસને રત્નાગિરિ અને સાવંતવાડી દિવાને દીવાનખાવટી સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.