આનંદો@દેશ: 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ અલ્લુ અર્જુને મળ્યો,પરિવાર સાથે ઉજવણી કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જે બાદ અભિનેતાના ઘરમાં ઉજવણીનો માહોલ છે.હાલમાં જ અલ્લુ અર્જુનના ઘરેથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં અભિનેતા તેના પરિવાર અને ખાસ મિત્રો સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે.આ તસ્વીરોમાં બધાએ અલ્લુને ગળે લગાવીને અભિનંદન તો આપ્યા જ પરંતુ અભિનેતાને ફૂલોનો ગુલદસ્તો આપીને અભિનંદન પાઠવ્યા હતા.બીજી તરફ અલ્લુએ પોતાનો પહેલો નેશનલ એવોર્ડ જીતવાની ખુશીમાં પોતાના બાળકો અને પરિવાર સાથે કેક કાપી હતી.
તસવીરોમાં અલ્લુ બ્લેક શર્ટ સાથે સફેદ જીન્સ પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. અભિનેતાએ હજુ પણ પુષ્પાનો લુક રાખ્યો છે.અલ્લુની ફિલ્મ 17 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ 2 માં જોવા મળવાનો છે.ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ 2 માં જોવા મળવાનો છે.