વિજ્ઞાન@દેશ: વૈશાખ સુદ પૂનમે તારીખ 5 મેના રોજ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે

આગામી ચંદ્રગ્રહણ કોને અનુકૂળ રહેશે? કોને પ્રતિકૂળ?

 
ગુજરાત: આજે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, તેની કેવી અસર પડશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પરંતુ તેધાર્મિક રીતે પાળવાનું નથી. વૈશાખ સુદ પૂનમ ને શુક્રવારના રોજ છાયા ચંદ્રગ્રહણ થાય છે. આ ગ્રહણ તુલા રાશિમાં અને સ્વાતિ - વિશાખા નક્ષત્રમાં થાય છે. આ ચંદ્રગ્રહણ એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં તથા જે જે સ્થળે રાત્રિનો ભાગ હશે ત્યાં આ ચંદ્રગ્રહણ જોઈ શકાશે.

ચંદ્રગ્રહણ ક્યારે થાય?

સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એ ત્રણેય ગ્રહો એક સીધી લીટીમાં આવી જાય છે ત્યારે પૃથ્વીની પ્રચ્છાયા અવકાશમાં અનેક કિલોમીટર સુધી વિસ્તરેલી હોય છે. આ પ્રચ્છાયાવાળા ભાગમાં ચંદ્ર પ્રવેશ કરે તો તે વખતે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડતો નથી અને આમ ચંદ્રગ્રહણ બને છે. ખગોળીય કારણસર ચંદ્રગ્રહણ હંમેશાં પૂનમની રાત્રે જ શક્ય બને છે, પરંતુ દર પૂનમે ચંદ્રગ્રહણ થતું નથી. ગ્રહણ સમયે જ્યાં જ્યાં રાત્રિ હોય ત્યાં જ ચંદ્રગ્રહણ જોઈ શકાય છે.

ચંદ્રગ્રહણના બે પ્રકાર છે. (1) ખગ્રાસ ચંદ્રગ્રહણ. (2) ખંડગ્રાસ ચંદ્રગ્રહણ.

પંચાંગ ગણિત મુજબ ચંદ્રગ્રહણ વર્ષ દરમિયાન એક વાર, બે વાર કે ક્યારેક ત્રણ વાર થાય છે. વર્ષ દરમિયાન એક પણ ચંદ્રગ્રહણ ન દેખાય તેવું પણ ક્યારેક ક્યારેક બને છે.

ચંદ્રગ્રહણનો સમયગાળો

પૃથ્વી પર ભૂમંડલે ગ્રહણનો સ્પર્શ ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ મુજબ ક. 20:44 સમયે થશે. ભૂમંડલે આ ગ્રહણનું મધ્ય ક. 22:53 સમયે થશે. આ ખગોળીય ઘટનાની સમાપ્તિ એટલે કે ગ્રહણનો મોક્ષ મોડી રાત્રે ક. 25:02 સમયે થશે. આમ, આ ગ્રહણનો કાળ 04 કલાક 18 મિનિટનો રહેશે. છાયા ચંદ્રગ્રહણ હોવાથી પાળવાનું નથી. આ ચંદ્રગ્રહણ દેખાવાનું છે, પરંતુ તે માંદ્ય એટલે કે છાયા સ્વરૂપે જ દેખાશે. તેથી ધાર્મિક રીતે બિલકુલ પાળવાનું નથી.

ચંદ્રગ્રહણ કોને અનુકૂળ, કોને પ્રતિકૂળ?

(1) વૈશાખી પૂનમનું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને કર્ક (ડ.હ.), વૃશ્ચિક (ન.ય.) તથા મીન (દ.ચ.ઝ.થ.) રાશિવાળી વ્યક્તિઓને એકંદરે પ્રતિકૂળ ગણાય.

(2) અન્ય તમામ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ મિશ્ર - મધ્યમ ફળ સૂચવે છે.

ચંદ્રગ્રહણનો કૃષિ ક્ષેત્રે પ્રભાવ

આ ચંદ્રગ્રહણ સમયે સૂર્ય ભરણી નક્ષત્રમાં છે. એરંડાબજાર માટે નૈસર્ગિક રીતે નરમાઈસૂચક ગણી શકાય. ઋતુફળ ખાસ કરીને કેરીના પાકમાં અવરોધ સૂચવે છે. મગફળી તથા સફેદ તલમાં વિશેષ પ્રભાવ સૂચવે છે. હવામાન તથા ખગોળ શાસ્ત્રીય વિગતોની રસપ્રદ છણાવટ `ચોમાસાના વરતારાનો કોહિનૂર' એ ગ્રંથમાં જોવા મળે છે.

આ દિવસે વૈશાખ માસની પૂનમ હોવાથી ચંદ્રનાં દર્શન અવશ્ય કરવાં જોઈએ

(1) પવિત્ર જળથી સ્નાન કરી કુળદેવી માતાજીનું સ્મરણ કરીને મહાલક્ષ્‍મીનું યથાયોગ્ય સ્મરણ કરવું જેથી આર્થિક અવરોધ હળવા બને છે.

(2) વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. શૈવ સંપ્રદાય પાળતા શ્રદ્ધાળુ શિવ સહસ્ત્રનામનો પાઠ કરી શકે છે. જૈન ભાઈઓ ચંદ્રપ્રભુ સ્વામીના જપ કરી શકે છે. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે. મનનો સંતાપ દૂર થાય છે

(3) આ દિવસે ગાયત્રી મંત્ર, નવકાર મંત્ર, સરસ્વતીની સ્તુતિ, દેવગુરુ બૃહસ્પતિના મંત્રજાપ કરવાથી મન તથા વચન (વાણી) બાબતે સારી સફળતા મળે છે. વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય છે.

(4) આ દિવસે શુદ્ધ, સાત્ત્વિક સાહિત્યનું વાંચન કરવું. શાંત ચિત્તે મૌન ધારણ કરીને પોતાના અભ્યાસ, વાંચન, વ્યવસાય, રોજગાર અંગે જ્ઞાનવૃદ્ધિના સાત્ત્વિક પ્રયત્નો કરી શકાય.