આનંદો@ગુજરાત: આ ગેસ કંપનીએ ગેસની કિંમતોમાં કર્યો ઘટાડો, જાણો એક જ ક્લિકે

ગુજરાત ગેસ દ્વારા 1 જૂનથી પોતાના ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે

 
આનંદો@ગુજરાત: આ ગેસ કંપનીએ ગેસની કિંમતોમાં કર્યો ઘટાડો, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સૂત્રો અનુસાર કંપનીએ ઇન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો ઘટાડીને 38.43/SCM કરી દીધી છે.

1. ગુજરાત ગેસે ગ્રાહકોને આપી રાહત

ગુજરાત ગેસ (Gujarat Gas) દ્વારા પોતાના ઈન્ડસ્ટ્રિયલ ગેસ (Industrial Gas) ની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 1 જૂનથી લાગુ પડશે. સૂત્રો અનુસાર કંપનીએ ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો ઘટાડીને 38.43/SCM કરી દીધી છે. હાલમાં ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો 40.62/SCM છે. 2023માં ગુજરાત ગેસ દ્વારા આ પાંચમીવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 2023ની શરુઆતમાં ગુજરાત ગેસના ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો 47.93/SCM હતી.

2. આ વર્ષે 5 વાર કિંમતો ઘટાડી

આ કિંમતો ઘટાડવાની સાથે એવું કહેવામાં આવ્યું છે કે LNG ની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં માટે ગેસની કિંમતો માટે ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા એપ્રિલમાં ગુજરાત ગેસ દ્વારા ઇન્ડસ્ટ્રિયલ સેગમેન્ટમાં ઉપયોગ થવાવાળા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કંપનીએ 1 મેથી કિંમતોમાં 5 રુપિયાથી વધુનો ઘટાડો કર્યો હતો.

3. ફેબ્રુઆરીમાં વધ્યા હતા PNGના ભાવ

આ પહેલા GPSC સમૂહની ગુજરાત ગેસ દ્વારા કોમર્શિયલ PNGની કિંમતોમાં ફેબ્રુઆરી મહિનામાં વધારો કર્યો હતો. ત્યારે પીએનજીની કિંમતો 1.5 રુપિયા પ્રતિ SCM વધારીને 49.5 રુપિયા કરવામાં આવી હતી.

4. કંપનીએ ડિવિડન્ડ આપ્યું

ગુજરાત ગેસ કંપનીએ તાજેતરમાં 2023ના ક્વાર્ટર ચારના પરિણામ જાહેર કર્યા હતા. જેમાં તેણે નફામાં 16 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો નફો રુ.369 કરોડ કર્યો હતો. જે ગત વર્ષની સમાન અવધીમાં રુ. 444 કરોડ હતો. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2022-23ના માટે શેરધારકોને રુપિયા 2ની કિંમતના પ્રતિ ઈક્વિટી શેરે રુ. 6.65નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

5. આવક ઘટી

જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળામાં કંપનીની આવક 4,073.82 કરોડ રુપિયા રહી છે. જે એક વર્ષ પહેલાના સમયમાં 4,773.37 રુપિયાની તુલનામાં 14 ટકા સુધી ઘટી છે.