રિપોર્ટ@દેશ: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની જાહેરાત, આ 19 બાળકોનું રાષ્ટ્રપતિના હસ્તે કરાશે સન્માન

 
Pm

અટલ સમાચાર, ડેસ્ક

22 જાન્યુઆરીએ 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2024 થી સન્માનીત કરાશે. વિજ્ઞાન ભવનમાં યોજાનાર પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે આ બાળકોનું સન્માન કરાશે. આ 19 બાળકોમાં ગુજરાત સહિત 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 9 બાળકો અને 10 દીકરીઓનો સમાવેશ થાય છે. આ સન્માન કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીએ બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે, ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ બાળકો સાથે વાતચીત કરશે.

Pm

આ પુરસ્કાર 6 કેટેગરીમાં અપાશે, જેમાં આર્ટ એન્ડ કલ્ચરમાં સાત, વીરતામાં એક, સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એક, સોશિયલ સર્વિસીસમાં ચાર, સ્પોર્ટ્સમાં પાંચ અને ઈનોવેશનમાં એક પુરસ્કારનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પુરસ્કાર સરકારની પહેલ છે, જેનો ઉદ્દેશ્ય 5થી 18 વર્ષની ઉંમરના બાળકોની અસાધારણ ઉપલબ્ધિઓની ઓળખ તથા તેમને પુરસ્કાર કરવાનો છે.સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં એક, સોશિયલ સર્વિસીસમાં ચાર, સ્પોર્ટ્સમાં પાંચ અને ઈનોવેશનમાં એક પુરસ્કારનો સમાવેશ થાય છે.