બ્રેકિંગ@દેશ: ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત, 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
Jun 5, 2023, 13:03 IST

અટલ સમાચાર, ડેસ્ક
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બરગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અત્યારે મળતી માહિતી અનુસાર આ દરમિયાન કોઈ જાન-હાનિ કે ઇજા થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
ઇસ્ટ કોસ્ટ રેલ્વેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ઓડિશાના બરગઢ જિલ્લાના મેંધાપાલી નજીક ફેક્ટરી પરિસરમાં ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ મામલે રેલ્વેની કોઈ ભૂમિકા નથી. આ સંપૂર્ણપણે ખાનગી સિમેન્ટ કંપનીનું નેરોગેજ સાઈડિંગ છે. રોલિંગ સ્ટોક, એન્જિન, ડબ્બા, ટ્રેન ટ્રેક (નેરોગેજ) સહિત તમામ માળખાકીય સુવિધાઓ કંપની દ્વારા જાળવવામાં આવી રહી છે.