ચિંતાઃ દેશમાં કોરોનાના આંકડા ભયજનક, એક જ દિવસમાં 1,40,525 નવા કેસ આવતા હડકંપ

શુક્રવારે દેશભરમાં 129 લોકોના મોત થયા છે. જ્યારે ગત  કેટલાક ડેટાને જોડીને આંકડા 283 જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 40, 925 નવા કેસ મળ્યા છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


દેશમાં કોરોના વાયરસમાં કેસોમાં બહું તેજીની સાથે વધારો થઈ રહ્યો છે. શનિવારને વખતે 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા છે. 7 મહિના બાદ સતત બીજા નવા કેસ 1 લાખથી વધારે મળ્યા છે. શુક્રવારે મોડી  રાતે 1, 41, 525 નવા કેસ મળ્યા હતા. જ્યારે બે નાના રાજ્યોમાં ડેટા આવવાના બાકી હતા. આનાથી પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ  નોંધવામાં આવ્યા હતા. 28 ડિસેમ્બર બાદ કેસોમાં વધારો જારી છે. આ 11 દિવસોમાં દર રોજ 20 ટકાથી વધારે નવા કેસ મળ્યા છે. એટલુ જ નહીં આમાંથી 4 દિવસ એવા હતા જ્યારે કોરોનાના નવા કેસનો ગ્રોથ 40 ટકાથી વધારે રહી. આ ઉપરાંત 2 દિવસ એવા પણ રહ્યા છે. જ્યારે નવા કેસોના આંકડા વિતેલા કાલની સરખામણીએ 55 ટકાથી વધારે હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જો કે રાહતની વાત એ છે કે નવા કેસોમાં વધારાની સરખામણીએ મોતના આંકડા ઘણા ઓછા છે. શુક્રવારે દેશભરમાં 129 લોકોના મોત થયા છે. જ્યારે ગત  કેટલાક ડેટાને જોડીને આંકડા 283 જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 40, 925 નવા કેસ મળ્યા છે. આ આંકડા ગત238 દિવસમાં સૌથી વધારે છે. સ્પષ્ટ છે કે કોરોનાની બીજી લહેરના પીક લેવલ સુધી હવે નવા કેસોના આંકડા પહોંચવા લાગ્યા છે. મુંબઈમાં 20, 971 નવા કેસ એક જ દિવસમાં મળ્યા છે. જે કોરોનાની શરુઆતમાં અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે.

  

ચિંતાની વાત એ છે કે ત્રીજી લહેરમાં પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં મોટી સંખ્યામાં કોરોના કેસ મળી રહ્યા છે. જ્યાં બીજી લહેરમાં ઓછા મામલા હતા. ગત અનેક દિવસોથી નવા કેસોના મામલામાં પશ્ચિમ બંગાળ બીજા નંબર પર બનેલા છે. શુક્રવારે બંગાળમાં 18, 213 નવા કેસ મળ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં 17, 335 નવા મામલા મળ્યા છે.