બચત@મુસાફરી: ફ્લાઈટની મોંઘી ટિકિટમાં પૈસા બગાડો છો? આ રહી સસ્તી ટિકિટ ખરીદવાની ટ્રિક્સ

 તમે ખૂબ જ સસ્તામાં ટિકિટ બુક કરાવી શકશો.
 
બચત@મુસાફરી: ફ્લાઈટની મોંઘી ટિકિટમાં પૈસા બગાડો છો? આ રહી સસ્તી ટિકિટ ખરીદવાની ટ્રિક્સ

 અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજના યુગમાં લોકોને પ્લેનમાં મુસાફરી કરવી ખુબજ ગમે છે.લોકો પ્લેનમાં ફરવા જાય છે.બીજા દેશમાં જવા માટે પણ લોકો પ્લેનમાં જાય છે,પણ  પ્લેનમાં મુસાફરી કરવાની ટિકિટ ખુબજ મોગી હોય છે. ડેટને લઈને બનો ફ્લેક્સિબલ: કોઈપણ એક તારીખ માટે ટિકિટ બુકિંગને અંતિમ સ્વરૂપ આપતા પહેલા, તમારે આખો મહિનો અથવા તે અઠવાડિયાની જુદી જુદી તારીખો જોવી જોઈએ.કારણ કે, શક્ય છે કે બીજી તારીખે તમને ટિકિટ સસ્તી મળી જાય.સપ્તાહના અંતે મુસાફરી કરવાનું ટાળો: સપ્તાહના અંતે મુસાફરી ન કરવાનો પ્રયાસ કરો. કારણ કે, આ સમયે ઘણા બધા લોકો મુસાફરી કરે છે, જેના કારણે ટિકિટ વધુ માંગને કારણે મોંઘી હોય છે. સપ્તાહના મધ્યમાં તમે મુસાફરી કરી શકો છો.રેડ-આઈ ફ્લાઈટ્સ બુક કરી શકો છો: રેડ-આઈ ફ્લાઈટ શબ્દનો ઉપયોગ મોડી રાતની ફ્લાઈટ્સ માટે થાય છે. આ ફ્લાઈટ્સ મોડી રાત્રે ચાલે છે અને સવારે ગંતવ્ય સ્થાને પહોંચે છે. જો તમે આ સમયે મુસાફરી કરી શકો છો. તો તમે ખૂબ જ સસ્તામાં ટિકિટ બુક કરાવી શકશો.ઈનકોગ્નિટો મોડ કરો ઓન: બુકિંગ વેબસાઇટ્સ અને એન્જિન તમારા બ્રાઉઝરમાંથી પાસ્ટ સર્ચ હિસ્ટ્રી અને કૂકીઝ સ્ટોર કરે છે. જેથી વારંવાર સર્ચ કરવામાં આવતા રૂટનો ખર્ચ વધારી શકાય. આવી સ્થિતિમાં, જો તમે પછીથી ટિકિટ બુક કરો છો, તો તમારે વધુ ચૂકવણી કરવી પડશે. તમે ઈનકોગ્નિટો મોડ ઓન કરીને આને ટાળી શકો છો.