આરોગ્ય@ગુજરાત: આ 5 આદતો Diabetes નું જોખમ વધારે છે, આજે જ થઈ જાઓ સાવચેત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વધતી જતી ઉંમર પ્રમાણે શરીરનું ધ્યાન રાખવું જોઈએ.નિયમિત કસરત કરવી જોઈએ.ખાવા પીવામાં સાવધાની રાખવી જોઈએ.શરીરની કાળજીના રાખતા શરીરમાં કેટલાય રોગો ઘર કરી જાય છે.હાલના યુગમાં લોકોના શરીરમાં વધારે પ્રમાણમાં દયાબિટિશ જોવા મળે છે.વડીલોની સાથે યુવાનોમાં પણ ડાયાબિટીસના કેસ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ,ડાયાબિટીસ એક એવો રોગ છે, જેને મૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી. પરંતુ તમારી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને તેનો ખતરો ચોક્કસપણે ઘટાડી શકાય છે. આરોગ્ય નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓને તેમની બ્લડ સુગર નિયમિતપણે તપાસવાની સલાહ આપે છે.ડાયાબિટીસ માટે તણાવ ઉપરાંત, એવી ઘણી વસ્તુઓ છે જે આ રોગને વધારી શકે છે.ડાયાબિટીસના રોગમાં જીનેટીક્સ પણ મહત્વનો ભાગ ભજવે છે.ડાયાબિટીસવાળા માતાપિતાના બાળકને ડાયાબિટીસ થવાની શક્યતા 50 ટકાથી વધુ હોય છે. પરંતુ સારા ખોરાક અને લાઈફસ્ટાઈલને અનુસરીને તેને 90 ટકા સુધી નિયંત્રિત કરી શકાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આપણી રોજની કેટલીક આદતો હોય છે, જે ડાયાબિટીસનું જોખમ વધારી રહી છે.જો તમે તમારો ડાયટ યોગ્ય રીતે કરતા નથી તો ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જંક ફૂડ, શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડયુક્ત ખોરાક ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધે છે. આવો ખોરાક રોજ ખાવાથી સ્થૂળતા વધી શકે છે અને ડાયાબિટીસનું જોખમ વધુ વધી જાય છે.લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. ખરાબ આહાર, ઊંઘ અને તણાવને કારણે આપણું શરીર સ્ટ્રેસ હોર્મોન્સ કોર્ટિસોલ અને વાસોપ્રેસિનનું સ્તર વધારી શકે છે. આ બધા ડાયાબિટીસને કારણે છે. તેથી જ તમારી લાઈફસ્ટાઈલમાં કસરતનો ચોક્કસપણે સમાવેશ કરો.
રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સ
લોટ અને રિફાઈન્ડ ખાંડ જેવી વસ્તુઓ ડાયાબિટીસનું જોખમ વધારે છે. રિફાઈન્ડ ખાંડ અને મેંદો કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, તેથી તે આપણા રક્ત પ્રવાહમાં ઝડપથી શોષાય છે. તે ઇન્સ્યુલિનના સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે.
સ્મોકિંગ
સિગારેટ, હુક્કા અને જેવી ધૂમ્રપાનની વસ્તુઓમાં ખતરનાક રસાયણો હોય છે. આની આપણા શરીર પર ખરાબ અસર પડે છે અને ડાયાબિટીસ વધે છે.
સ્ટ્રેસ
જો તમારી લાઈફમાં સ્ટ્રેસ વધારે છે તો ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. સ્ટ્રેસ બ્લડ શુગરના લેવલને બગાડી શકે છે અને ડાયાબિટીસને વધારી શકે છે.