આરોગ્ય@દેશ: હાર્ટ અટેક આવવાના 15 મિનિટની અંદર કરો આ 5 કામ, બચી શકે છે દર્દીનો જીવ

હાર્ટ એટેક (Heart Attack)એક ઈમરજેંસી મેડિકલ કંડીશન છે.
 
આરોગ્યઃ  આ ઘરેલુ ઉપચારથી હાર્ટએટેક કેે લકવો નહી થાય, અજમાવી જુુુુઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 જેમા દર્દીને તરત જ હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે છે. આ સ્થિતિમાં જો સમયસર દર્દીને મેડિકલ હેલ્પ ન મળી તો મોતનો ખતરો વધી જાય છે. આ જ કારણ છે કે એક્સપર્ટ હાર્ટ અટેકના મામુલી લક્ષણોને પણ નજર અંદાજ ન કરવાની સલાહ આપે છે. એવુ માનવામાં આવે છે કે તરત જ મેડિકલ મદદથી હાર્ટ ને ડેમેજ થવાથી બચાવી શકાય છે. જેનાથી દર્દીનો જીવ બચી શકે છે.

સૌ પહેલા તમારે હાર્ટ અટેકના લક્ષણોને સમજવા ખૂબ જરૂરી છે. તેના લક્ષણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જુદા જુદા જોવા મળે છે. એ પણ યાદ રાખો કે બધા હાર્ટ અટેક અચાનક છાતીમાં દુખાવાથી શરૂ થતા નથી. જેના વિશે તમે અનેકવાર સાંભળ્યુ હશે. લક્ષણ સાધારણ દુખાવો અને બેચેની સાથે ધીરે ધીરે શરૂ થાય છે. તે ત્યારે થઈ શકે છે જ્યારે તમે આરામ કરી રહ્યા હોય કે પછી કોઈ કાર્યમાં વ્યસ્ત હોય. એ કેટલો ગંભીર છે એ તમારી વય, લિંગ અને ચિકિત્સા સ્થિતિઓ પર નિર્ભર કરે છે.

હાર્ટ અટેકનુ સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં બેચેની જે દબાવ છે જે નિચોડી દેનારો દુખાવો જેવુ અનુભવ થાય છે. અહી થોડા મિનિટોથી વધુ સમય સુધી રહે છે કે પછી જતો રહે છે અને પરત આવી જાય છે. દુખાવો અને બેચેની જે તમારી છાતીથી અલગ તમારા ઉપરી શરીરના અન્ય ભાગમાં જાય છે. જેવુ કે એક કે બંને હાથ કે તમારી પીઠ, ગરદન, પેટ, દાંત અને જબડામાં. આ ઉપરાંત દર્દીને ઠંડો પરસેવો, ઉલ્ટી, ચક્કર, અપચો, થાક જેવા લક્ષણ પણ થઈ શકે છે. પુરૂષોની તુલનામાં મહિલાઓને ગરદન, ખભો, પીઠના ઉપરના ભાગ કે પેટમાં દુખાવો જેવી વધારાની સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે.

હાર્ટ એટેક સામાન્ય રીતે 15 મિનિટથી વધુ સમસ્ય સુધી છાતીમાં દુખાવાનુ કારણ બને છે. કેટલાક લોકોની છાતીમાં હળવો દુખાવો થાય છે. જ્યારે કે કેટલાક લોકોને વધુ ગંભીર દુખાવો થાય છે. બેચેની સામાન્ય રીતે દબાણ કે છાતીમાં ભારેપણા સાથે જોડીને જોવામાં આવે છે. જો કે કેટલાક લોકોને છાતીમાં દુખાવો કે દબાણ બિલકુલભી થતુ નથી. કેટલાકને હાર્ટ અટેક એકદમ જ આવી જાય છે. પરંતુ કેટલાક લોકોમાં ચેતાવણીના સંકેત કલાકો કે દિવસ પહેલા જ થાય છે. હાર્ટ અટેક થતા તમારે તરત જ નીચે બતાવેલા કામ કરવા જોઈએ.

ઈમરજેંસી નંબર પર કૉલ કરો

જ્યારે કોઈને હાર્ટ એટેક આવે તો તમારે સૌ પહેલા મેડિકલ ઈમરજેંસી પર કોલ કરવો જોઈએ. જો તમને તમારી પાસે આવવા માટે એમ્બ્યુલન્સ અથવા ઈમરજન્સી વાહન ન મળી રહ્યુ હોય તો કોઈ પાડોશી અથવા મિત્રને તમને નજીકની હોસ્પિટલમાં લઈ જવા માટે કહો. જાતે વાહન ચલાવવાનો પ્રયાસ કરશો નહીં કારણ કે તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

એસ્પિરિન(Aspirin) લો

જ્યાં સુધી તમારી પાસે મેડિકલ ઈમરજેંસી ન પહોંચે ત્યાં સુધી એસ્પિરિનને ચાવો અને ગળી લો. એસ્પિરિન તમારા લોહીને ગંઠાઈ જવાથી રોકવામાં મદદ કરે છે. હાર્ટ એટેક પછી તેને લેવાથી હાર્ટનુ નુકશાન ઘટાડી શકાય છે. જો તમને તેની એલર્જી હોય અથવા તમારા ડૉક્ટર દ્વારા ક્યારેય એસ્પિરિન ન લેવાનું કહેવામાં આવ્યું હોય તો એસ્પિરિન ન લો.

નાઈટોગ્લિસરીન ( Nitroglycerin) લો

જો તમને તમારા ડૉક્ટરે નાઈટ્રોગ્લિસરિન લેવાનું કહ્યુ છે, તો આવી સ્થિતિમાં તરત જ તેનો ઉપયોગ કરો. જો તમને લાગે કે તમને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તમારા ડૉક્ટરે તમારા માટે પહેલેથી જ નાઈટ્રોગ્લિસરિનની સલાહ આપી છે, તો ઈમરજન્સી મેડિકલ હેલ્પ આવે ત્યાં સુધી તેને તે મુજબ લો.

ડિફિબ્રિલેટરનો ઉપયોગ કરો

જો દર્દી બેભાન હોય અને તમારી પાસે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર (AED) સરળતાથી ઉપલબ્ધ હોય, તો તેનો ઉપયોગ કરવા માટે ડિવાઈસની સૂચનોનુ પાલન કરો. સામાન્ય રીતે જ્યારે કોઈ કારણસર હૃદયના ધબકારા ઝડપી અથવા ધીમા થઈ જાય ત્યારે તેનો ઉપયોગ થાય છે. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક જેવા કેસમાં આ ઉપકરણ ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે.

સીપીઆર (CPR) આપોજો દર્દી બેહોશ છે તો તેને સીપીઆર આપવુ શરૂ કરો. જો વ્યક્તિ શ્વાસ નથી લઈ રહ્યો કે તમને નાડી નથી મળી રહી તો તત્કાલ ચિકિત્સા સહાયતા માટે કોલ કર્યા બાદ લોહોની પ્રવાહ કાયમ રાખવા માટે સીપીઆર આપવુ શરૂ કરો તેને કરવા માટે વ્યક્તિની છાતીના કેન્દ્ર પર જોરથે અને ઝડપથી ધક્કો આપો. એક મિનિટમાં લગભગ 100થી 120 વાર આવુ કરો.