કાર્યાવાહી@રાજકોટ: ભુજના કાર્યક્રમમાં ચીફ ઓફિસર જીગર પટેલ ઉંઘી રહ્યા હોવાથી તેમને સસ્પેન્ડ કર્યા

ચીફ ઓફિસરોની 10 જગ્યા ખાલી
 
કાર્યવાહી@વડોદરા: લોકડાઉનમાં સત્તા વગર પાસ ઇસ્યુ કર્યા, મહિલા ASI સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

વધુ બે ચીફ ઓફિસર ફરજમોકૂફ : મુખ્યમંત્રીના ભુજના કાર્યક્રમમાં ચીફ ઓફિસર જીગર પટેલ ઉંઘી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પગલું

રાજકોટ, : તાજેતરમાં ભુજમાં આયોજિત મુખ્યમંત્રીનાં જાહેર સમારોહ દરમિયાન ભુજનાં ચીફ ઓફિસર જીગર પટેલ ઉંઘતા હોવાનો વીડીયો વાયરલ થયા બાદ તેમને સસ્પેન્ડ કરી રાજકોટની પ્રાદેશિક નગરપાલીકા નિયામકની કચેરીના અગાઉ બે સસ્પેન્ડ ચીફ ઓફિસરને અહીં રાજકોટ નગરપાલીકા નિયામકની કચેરીના હવાલે મુકવામાં આવ્યા બાદ હવે ત્રીજા સસ્પેન્ડ ચીફ ઓફિસરને રાજકોટની કચેરીના હવાલે મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ભુજ નગરપાલીકામાં ચીફ ઓફિસર જિગર પટેલ તાજેતરમાં ભુજમાં આયોજિત મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમ દરમિયાન ઉંઘી રહ્યા હોવાનો વિડીયો જાહેર થયા બાદ રાજય સરકારે કલાસ વન અધિકારીને સસ્પેન્ડ કરી રાજકોટ નગરપાલિકા નિયામકની કચેરી ખાતે બદલી કરવામાં આવી હતી. અગાઉ મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી નગરપાલીકાની પ્રાદેશિક કચેરી, રાજકોટ ખાતે મુકવામાં આવ્યા હતા એ જ રીતે હીંમતનગરનાં તત્તકાલીન ચીફ ઓફિસર આશિષ દરજી સામે એસીબીના કેસ નોંધાયા બાદ તેમને પણ ફરજ મોકૂફ કરી હેડ કવાર્ટર રાજકોટ સોંપવામાં આવ્યુ હતુ અલબત હવે તેઓને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ભુજના જે ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની પાસે માંડવી નગરપાલિકાનો ચાર્જ હતો. તેથી બે નગરપાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે. રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા નિયામક ક્ષેત્રમાં 31માંથી 10 ચીફ ઓફિસરની કાયમી જગ્યા ખાલી છે.એક બાજુ ચીફ ઓફિસરની ખાલી જગ્યાઓ ભરાતી નથી બીજી બાજુ ચીફ ઓફિસરોનાં સસ્પેન્શનની સંખ્યા વધતી જતી હોવાથી નગરપાલીકાઓનો વહીવટ ડામાડોળ બની રહ્યો હોવાનું જાણવા મળે છે.