બિગબ્રેકિંગ@દેશ: માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા, જુઓ લાઈવ દ્ર્શ્યો

 
Atiq Ahmed Murder

અટલ સમાચાર, ડેસ્ક

અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ ની હાજરીમાં અતીક અહમદ પ્ર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ થયું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થઈ ગયું છે. અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસની ગાડી પર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફના મોત થઈ ગયા છે. મેડિકલ કોલેજ પાસે અતીક અહમદ અને અશરફની હત્યા થઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહમદ અને તેના ભાઈ ની હત્યા કરી દેવાઈ છે. જે સમયે આ હુમલો થયો, તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવતા હતા. બંનેની લાશ મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવી છે. હાલમાં ગોળી ચલાવનારા લોકોની ઓળખાણ થઈ નથી. પણ ઘટનાસ્થળ પર જયશ્રી રામના નારા જરુરથી સંભળાતા હતા. પોલીસ મામલાની તપાસમાં લાગેલી છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજની કોલ્વિન હોસ્પિટલ નજીક હુમલો ત્યારે થયો, જ્યારે પોલીસ ટીમ અતીક અને અહમદને લઈને જઈ રહી હતી. આ દરમ્યાન ત્રણ ચાર હુમલાખોર અચાનક વચ્ચે આવી પહોંચે છે અને તાબડતોડ ફાયરિંગ શરુ કરી દીધી. પોલીસે હુમલાખોરોને ઘટનાસ્થળ પરથી દબોચી લીધા છે. આ સમગ્ર મામલો પોલીસ અને મીડિયાની સામે થયો છે. બંને આરોપી પર જ્યારે ફાયરિંગ થયું, તો સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.