વાતાવરણ@દેશ: મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થતાં ગરમી 2 ડિગ્રી વધી

રાજસ્થાન પાસેની સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ નબળી પડતાં શહેરમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે

 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાન યથાવત રહે તેવી સંભાવના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ નબળી પડતાં શહેરમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, જેથી શનિવારે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થતાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશરની સિસ્ટમથી આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

શહેરમાં એક દિવસમાં ગરમીનો પારો 2.3 ડિગ્રી વધીને 33.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી વધીને 26 ડિગ્રી નોંધાયું હતું.

જો કે, હાલમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થયું છે, તેની સાથે સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે, જેની અસરોથી આગામી 24 કલાકમાં ફરીથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.