વાતાવરણ@દેશ: 3 રાજ્યોમાં હિમવર્ષા, શ્રીનગરમાં નળમાં પાણી બરફ થયો, જાણો વધુ વિગતે

3 રાજ્યોમાં હિમવર્ષાના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં હિલ સ્ટેશનો પર પહોંચી રહ્યા છે. 2 દિવસમાં 45 હજાર વાહનો હિમાચલ પહોંચ્યા છે.
 
રિપોર્ટ@દેશ: 3 રાજ્યોમાં હિમવર્ષા થઇ, 15 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. દેશના 3 રાજ્યોમાં સતત હિમવર્ષા પડી રહી છે. જમ્મુ-કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં તાપમાન માઈનસ 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. તેમજ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ઘણા રસ્તાઓ બંધ છે. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં રાત્રિનું તાપમાન માઈનસ 0.9 ડિગ્રીએ પહોંચી ગયું હતું. શ્રીનગરમાં નળમાં પાણી બરફ થઈ ગયો છે. જેના કારણે લોકોને તળાવમાંથી પાણી લાવવા મજબુર થયા છે.

3 રાજ્યોમાં હિમવર્ષાના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં હિલ સ્ટેશનો પર પહોંચી રહ્યા છે. 2 દિવસમાં 45 હજાર વાહનો હિમાચલ પહોંચ્યા છે. છેલ્લા બે દિવસમાં 24 હજાર વાહનોમાં 80 હજારથી વધુ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા શિમલામાં પહોંચ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પહાડોના બર્ફીલા પવનને કારણે મંગળવારે ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર ભારતમાં કોલ્ડવેવ અને ગાઢ ધુમ્મસની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના 52 જિલ્લામાં શીત લહેર ચાલી રહી છે. તેમજ, 60 જિલ્લામાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. મુરાદાબાદ અને આઝમગઢમાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ છે. કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર 37 ટ્રેનો 8 કલાક મોડી પડી હતી. મધ્યપ્રદેશમાં પણ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નીમચમાં પારો 3.5 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ, રાજસ્થાન 3 દિવસ માટે કોલ્ડવેવ એલર્ટ પર છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો માઈનસ થઈ શકે છે.