ઘટના@દેશ: પ.બંગાળમાં TMC નેતાના ઘરે રેડ કરવા ગયેલ EDની ટીમ પર લોકોએ કર્યો હુમલો

 
ED Raid

અટલ સમાચાર, ડેસ્ક

પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ ઠેકાણે દરોડાન પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે 250થી 300 લોકોના ટોળાએ ઇડીની ટીમને ઘેરી લીધી હતી. આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવી ગયા હતા.

 

માહિતી અનુસાર લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાંચ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું

ED ટીમ પર હુમલાનો આ મામલો ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ગામનો છે. રાશન કૌભાંડ કેસમાં તપાસ એજન્સીની ટીમ ટીએમસી નેતા એસકે શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે અહીં પહોંચી હતી. આ દરમિયાન લગભગ 200 લોકોના ટોળાએ EDની ટીમ પર અચાનક હુમલો કર્યો. ટોળાએ ED અધિકારી અને તેમની સાથે રહેલા કેન્દ્રીય સુરક્ષા દળોના વાહનોમાં તોડફોડ કરી હતી. મળતી માહિતી મુજબ જે ટીમ દરોડા પાડવા માટે આવી હતી તેમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ સામેલ હતા. ટોળાએ તેમની કાર પણ તોડી નાખી હતી. જો કે આ હુમલા બાદ ટીએમસી નેતા એસકે શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે.