અવસર@વિદેશ: હવે અમેરિકાનુ ગ્રીનકાર્ડ મળવાની વ્યવસ્થા થઈ સરળ, જાણો કેવા કેટલા થયા સુધારા

  • ગ્રીનકાર્ડ ઈસ્યૂ કરવાથી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાશે.
 
અવસર@વિદેશ: હવે અમેરિકાનુ ગ્રીનકાર્ડ મળવાની વ્યવસ્થા થઈ સરળ, જાણો કેવા કેટલા થયા સુધારા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિદેશમાં નોકરી કરવા માગતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.ભારતીયોનું વિદેશ જોબ કરવાનું સપનું થશે સાકાર.આમેરીકાયે ભારતીયોને માટે ગ્રીનકાર્ડ મેળવાનું કર્યું છે,સરળ જેના કારણે લોકો ત્યાં જોબ કરી શકશે.અમેરિકામાં જોબ કરવા ભારતીય પ્રોફેશનલ્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. હવે ભારતીયો માટે અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાનું વધુ આસાન બનશે. જે લોકો યુએસમાં લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને કાયમી વસવાટ માટે જરૂરી ગ્રીનકાર્ડ મેળવવા રાહ જોઈ રહ્યા છે તેવા હજારો લોકોને વહેલામાં વહેલી તકે ગ્રીનકાર્ડ મળે તેવી શક્યતા છે.યુએસની બાઈડેન સરકાર દ્વારા ગ્રીનકાર્ડ માટેનો કવૉટા વધારવામાં આવે તેવી હિલચાલ હાથ ધરાઈ છે. યુએસ પ્રમુખના સલાહકાર પંચ દ્વારા આ ભલામણને સ્વીકારાઈ છે. ખાસ કરીને 1992 પછી પરિવાર તેમજ રોજગારની કેટેગરીમાં ઉપયોગમાં નહીં લઈ શકાયેલા તમામ ગ્રીનકાર્ડ ઈસ્યૂ કરવા સૂચન કરાયું છે. અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીનકાર્ડ જરૂરી છે. જે અમેરિકામાં રહેતા અને જૉબ કરતા વિદેશથી આવેલા ઈમિગ્રન્ટસને આપવામાં આવે છે.2,30,000 ગ્રીનકાર્ડ ઉપયોગ વિનાનાં મૂળ ભારતીય અમેરિકન અજય ભુટોરિયાએ યુએસ સલાહકાર પંચને કરેલી ભલામણમાં જણાવ્યું હતું કે 1992થી 2022 સુધીમાં 2,30,000થી વધુ યુએસ ગ્રીનકાર્ડનો ઉપયોગ કરી શકાયો નથી. આથી તેને ચલણમાં લાવીને લોકોને ઈશ્યૂ કરવા જોઈએ. આ ઉપયોગ વિનાનાં ગ્રીનકાર્ડનો તબક્કાવાર વાર્ષિક કવૉટામાં વધારો કરીને લોકોને તે આપવા જોઈએ. યુએસના કાયદા મુજબ હાલ દર વર્ષે 1,40,000 રોજગાર આધારિત ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ઉપયોગમાં નહીં લેવાયેલા ગ્રીનકાર્ડ ઈસ્યૂ કરવાથી તેનો યોગ્ય ઉપયોગ કરી શકાશે.