ફિલ્મ@દેશ: 'ગદર 2' પર ભારે પડી આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2

' બોક્સ ઓફિસ પર 'ગદર 2' અને 'OMG 2' ને માત આપવા જઈ રહી છે.
 
ફિલ્મ@દેશ: 'ગદર 2' પર ભારે પડી આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

સનીદેઓલાની ફિલ્મે બોક્સ ઓફિસ ખુબજ ધૂમ બચાવી દિધી છે.સની દેઓલની ફિલ્મ 'ગદર 2' રિલીઝ થયાને બે અઠવાડિયા વીતી ગયા છે. બે અઠવાડિયામાં ફિલ્મે 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 'ગદર 2' ફિલ્મનું કલેક્શન ધીમે-ધીમે ઘટી રહ્યું છે, જેના કારણે ફિલ્મને 450 કરોડના ક્લબમાં પ્રવેશવું મુશ્કેલ બની ગયું છે. 'ગદર 2'નું કલેક્શન સપ્તાહના અંતે વધવાની ધારણા હતી, પરંતુ શુક્રવારે રિલીઝ થયેલી 'ડ્રીમ ગર્લ 2' ભારે પડી રહી છે.જેને જોઈને કહી શકાય કે 'ગદર 2' વીકેન્ડ પર ખરાબ હાલતમાં જવાની છે.

'ડ્રીમ ગર્લ-2'

આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેના કલેક્શનની અસર 'ગદર 2' પર દેખાવા લાગી છે. 'ગદર 2'નું પંદરમા દિવસનું કલેક્શન સામે આવ્યું છે.રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 9 કરોડનું કલેક્શન કર્યું છે. સપ્તાહના અંતે આ કલેક્શન વધવાની આશંકા છે. 'ડ્રીમ ગર્લ 2' બોક્સ ઓફિસ પર 'ગદર 2' અને 'OMG 2' ને માત આપવા જઈ રહી છે.ગદર 2 એ ચૌદમા દિવસે 8.40 કરોડનું કલેક્શન કર્યું હતું. આ કલેક્શન પંદરમા દિવસે વધુ ઘટ્યું છે. એક અહેવાલ મુજબ 'ગદર 2'એ 15માં દિવસે 6 કરોડનું કલેક્શન કર્યું છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન 425.10 કરોડ થઈ ગયું છે.

ગદર 2 અને OMG 2 ક્લેશ

'ગદર 2' અને 'OMG 2' બંને ફિલ્મો 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'ગદર 2'એ 'OMG 2'ને કમાણીની બાબતમાં પાછળ છોડી દીધું. ગદર 2 ને બમ્પર ઓપનિંગ મળી. બીજી તરફ, OMG 2ને 100 કરોડની ક્લબમાં પ્રવેશવા માટે મહેનત કરવી પડી હતી.

વર્લ્ડ કલેક્શન

ગદર-2 વિદેશમાં પણ સારો બિઝનેસ કરી રહી છે. મળતા અહેવાલ અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 545.60 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, જર્મની, યુએસએ અને યુકે જેવા દેશોમાં સારી કમાણી કરી રહી છે.