મનોરંજન@મુંબઈ: પરિવારના સભ્યોની આ હરકતથી બિગ બોસ ગુસ્સે થયા, આપી મોટી સજા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
'બિગ બોસ 17'ના ઘરમાં, તમે ટૂંક સમયમાં જ બિગ બોસને ઘરના સભ્યો પર ગુસ્સે થતા જોશો. આ એપિશોડમાં બિગ બોસ શરૂઆતમાં, શોના મેકર્સ દર્શકોને બિગ બોસના ઘરની ટૂર પર લઈ જાય છે. શરૂઆતના થોડા દિવસો ટીવીના નાના પડદા પર આ ઘર ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ પાછળથી ઘરના સભ્યો એટલે કે બિગ બોસના સ્પર્ધકો આ ઘરમાં તેમના દંગા ફેલાવાનુ શરુ કરી દેતા હોય છે.
કોઈને કોઈ બહાને ઝઘડા , શોમાં ટકી રહેવા અનેક ચાલ ઘણું આ શોમાં જોવા મળે છે. પણ આ એપિસોડમાં બિગબોસ સ્પર્ધકો પર ઘરમાં ફેલાવેલી ગંદકીના કારણે હેરાન થઈ ગયા છે અને તેમનો ગુસ્સો સ્પર્ધકો પર ફુટી નિકળે છે.
પોતાના ઠાઠ માઠમાં કોઈ કસર ના છોડતા સ્પર્ધકોએ બિગ બોસના ઘરની સ્વચ્છતાની અવગણના કરતા જોવા મળી રહ્યા છે. બિગ બોસના રસોડામાં ગંદા વાસણો, જામી ગયેલું પાણી, બગડેલો ખોરાક, શાકભાજીની છાલ ગમે ત્યાં પડેલા સ્પર્ધકોના કપડા પર બિગબોસ લોકોનું ધ્યાન ખેચે છે. જે બાદ બિગબોસનો ગુસ્સો ફુટી નીકળે છે અને સ્પર્ધકો પાસે ખાવા પીવાની તમામ વસ્તુઓ છીનવી લે છે. ત્યારે હવે શું સ્પર્ધકો પોતાની ભૂખે પહોચી વડવા શું કરશે તે જોવું રહ્યું.
સિદ્ધાર્થ શુક્લાની સીઝન એટલે કે 'બિગ બોસ સીઝન 13'માં શોના હોસ્ટ સલમાન ખાને પોતે બિગ બોસમાં જઈને ઘરની સફાઈ કરી હતી. આ દરમિયાન સલમાને રસોડામાં જઈને જાતે જ વાસણો ધોયા હતા અને બાથરૂમ પણ સાફ કર્યુ હતુ.ત્યારે હવે ફરી એકવાર 'બિગ બોસ 17' માં, બિગ બોસનો ગુસ્સો ઘરના સભ્યો પર ફૂટશે અને બિગ બોસના આ ગુસ્સાને કારણે, ઘરના સભ્યોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
રાશન સહિતની તમામ વસ્તુઓ છીનવી લીધી
સજા તરીકે, બિગ બોસ ઘરના સભ્યોના રાશન અને સામાનનો કબજો લેશે. હવે, શું બિગ બોસના ઘરના સભ્યોને તેમનો સામાન મળશે, શું તમામ સ્પર્ધકો બિગ બોસ તેમજ શોના નિર્માતાઓની માફી માંગશે, તે જોવું રસપ્રદ રહેશે. કલર્સ ટીવીના ફેમસ રિયાલિટી શો 'બિગ બોસ સીઝન 17'માં અત્યાર સુધી આપણે લગભગ તમામ સ્પર્ધકોને એકબીજાથી ગુસ્સે થતા જોયા છે. પરંતુ ટૂંક સમયમાં જ આપણે બિગ બોસને ગુસ્સે થતા જોવા જઈ રહ્યા છીએ. આ ગુસ્સાનું કારણ બિગ બોસના ઘરમાં જોડાનાર સેલિબ્રિટી સ્પર્ધકો હશે.