કાર્યવાહી@દેશ: દુષ્કર્મના કેસમાં ભાજપના ધારાસભ્યને 25 વર્ષની જેલની સજા અને રૂા.10 લાખનો દંડ ફટકાર્યો
બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલની સજા
Dec 15, 2023, 19:23 IST
અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક
રાજ્યમાં બળત્કારના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળાત્કારની ઘટના સામે આવતીજ હોય છે. ઉત્તરપ્રદેશની એક અદાલતે ભાજપના ધારાસભ્ય રામદુલ્લાર ગોડને આઠ વર્ષ પહેલાના બળાત્કારના કેસમાં 25 વર્ષની જેલની સજા અને રૂા.10 લાખનો દંડ ફટકાર્યો છે. અદાલતે આજે આ સજા સામે તાત્કાલીક સ્ટેની માંગણી પણ નકારી હતી.