દુર્ઘટના@હિમાચલ: બોલેરો ગાડી અચાનક ખીણમાં ખાબકી, 7 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર હદય કંપાવતી અકસ્માતની ઘટના સામે આવી છે.હિમાચલ પ્રદેશના ચંબા-મસરુંડ માર્ગ પર અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. તેમાં મેહલ ગામના એક જ પરિવારના છ લોકોનો સમાવેશ થાય છે, જ્યારે સાતમો મૃતક ડ્રાઈવર હતો. પોલીસે તમામ મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
માહિતી અનુસાર, ગાડીમાં સવાર તમામ લોકો કાકડ્રોથા ગામથી મુંડન સંસ્કારમાં સામેલ થઈને બુધવારે રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની બોલેરો HP-01C-2581 નંબરની ગાડી અનિયંત્રિત થઈને ખીણમાં ખાબકી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગાડી રસ્તા પરથી લગભગ 1200 ફૂટ નીચે પડી હતી. જેના કારણે ગાડીના ફુરચા ઉડી ગયા હતા.
મૃતકોના નામ
આ અકસ્માતમાં મેહલ ગામના ચુની લાલ (65) પુત્ર પરસ રામ, દેવી લાલ (62) પુત્ર પરસ રામ, બબલી દેવી (45) પત્ની મોતી રામ, મોતી રામ (45) પુત્ર પરસ રામ, અનિતા કુમારી (20) પુત્રી ધર્મસિંહ, કુંતા દેવી (53) પત્ની કર્મ સિંહ અને ધરો ગામના મનોહર લાલ (34) નું મૃત્યુ થયું. બે સગા ભાઈઓ અને પતિ-પત્ની પણ સામેલ છે.

