બ્રેકિંગ@દેશઃ કોરોનાથી 67ના મોત, એકજ દિવસના 437 કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાઈરસની મહામારી વચ્ચે જીવની ચિંતા કર્યા વગર જનસેવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં બુધવારે સંક્રમણના શંકાસ્પદોનું સ્ક્રીનીંગ કરવા પહોંચેલા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસે કેસ નોંધી લીધો છે. તો બીજી બાજું ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરના મોરનામાં લોકડાઉનનું ઉલ્લંઘન
 
બ્રેકિંગ@દેશઃ કોરોનાથી 67ના મોત, એકજ દિવસના 437 કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાઈરસની મહામારી વચ્ચે જીવની ચિંતા કર્યા વગર જનસેવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં બુધવારે સંક્રમણના શંકાસ્પદોનું સ્ક્રીનીંગ કરવા પહોંચેલા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસે કેસ નોંધી લીધો છે. તો બીજી બાજું ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરના મોરનામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાંથી એક સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ઘાયલ થયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશના 29 રાજ્યોમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 2072 થઈ ગઈ છે. 169 લોકો સ્વસ્થ થયા, જ્યારે 56 લોકોના મોત થયા છે. મંગળવારથી બુધવાર સુધી 24 કલાકમાં રેકોર્ડ 437 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 335 કોરોના સંક્રમિત છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 1834 થઈ ગઈ છે. જેમાંથી 144 લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં મોતનો આંકડો 66 એ પહોંચ્યો છે.

અમૃતસરના સુવર્ણના પૂર્વ હજૂરી રાગી અને પદ્મશ્રી જ્ઞાની સિંહનું ગુરુવારે સવારે લગભગ 4.30 વાગ્યે સંક્રમણના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 62 વર્ષ હતી. પંજાબ, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં આજે 1-1 દર્દીના મોત સાથે છેલ્લા બે દિવસની અંદર સંક્રમણના કારણે 17 લોકોના મોત થયા