બ્રેકિંગ@દેશ: વિદેશમંત્રીએ મોદીની મુલાકાત પર વિશ્વાસ વ્યક્ત કર્યો,સમજુતી થાય તો થઇ શકે બન્ને દેશને મોટો ફાયદો

  • યુરોપના દેશોમાં ભારતીય વસ્તુ મળે એ દિવસો દૂર નથી
 
ગુજરાત: PM નરેન્દ્ર મોદી ફરી આવી શકે છે પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી ભારત અને ગ્રીસના સંબંધોને વધારે મજબુત કરવા માટે મુલાકાતે ગયા છે.બ્રિક્સ સંમેલનમાં સાઉથ આફ્રિકામાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી સીધા ગ્રીસ પહોંચ્યા હતા. ગ્રીસની રાજધાની એથેન્સમાં ગ્રીસના વિદેશમંત્રી જ્યોર્જ ગેરાપેટ્રિટસે એરપોર્ટ પર મોદીનું શાનદાર વેલકમ કર્યું હતું.વડાપ્રધાન કિરિયાકોસના આમંત્રણ પર મોદી ગ્રીસમાં પહોંચ્યા હતા. છેલ્લા 40 વર્ષના ઈતિહાસમાં ભારતીય વડાપ્રધાન તરીકે વડાપ્રધાન મોદીની આ પહેલી ગ્રીસ યાત્રા છે. આ પહેલા ઈન્દિરા ગાંધી વર્ષ 1983માં ગ્રીસની મુલાકાતે ગયા હતા.

વડાપ્રધાન મોદી ભારત અને ગ્રીસના સંબંધોને વધારે મજબુત કરવા માટે મુલાકાતે ગયા છે. ગ્રીસ મુલાકાત પાછળ વડાપ્રધાન મોદીનો એક હેતુ વ્યાપારી સંબંધોને વધારે મજબુત કરવાનો પણ છે. આ મુલાકાત દરમિયાન કેટલીક અગત્યના સમજુતી થઈ શકે છે. જેમાં ગ્રીસના બંદરનો ભારત માટે ઉપયોગ એ એક મોટી સમજુતી બની શકે છે. જો ભારત અને ગ્રીસ વચ્ચે ગ્રીસના બંદરના ઉપયોગ પર સહમતી નક્કી થઈ જાય છે કે, ભારત માટે એક મોટો ફાયદો થઈ રહેશે. આ સમજુતીથી યુરોપના માર્કેટમાં ભારતને સીધુ જ એક્સેસ મળી રહેશે. ભારત અત્યાર સુધી ઈરાન સ્થિત ચાહબહાર બંદર થકી યુરોપના માર્કેટમાં પ્રવેશ લેવા માટે પ્રયાસ કરી રહ્યું હતું.

આ સિવાય ભારત અને ગ્રીસ સુરક્ષાના મામલે પણ સમજુતી કરી શકે એમ છે. એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે, સપ્ટેમ્બર મહિનામાં ભારત અને ગ્રીસ વચ્ચે સુરક્ષા મામલે સમજુતી થઈ શકે એમ છે. ભારતમાં યોજાનારા યુદ્ધ અભ્યાસમાં ગ્રીસ ભાગ લઈ શકે છે. આ માટે એફ 16 યુદ્ધ વિમાન ભારતની મુલાકાત કરી શકે છે. આ પહેલા ભારતના સુખોઈ વિમાને ગ્રીસમાં યોજાયેલા એક યુદ્ધ અભ્યાસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વ્યૂહાત્મક ભાગીદારી પર ગ્રીસના વિદેશમંત્રી જ્યોર્જ ગેરાપેટ્રિટિસે ભાર મૂક્યો છે. ગ્રીસ અને ભારત વચ્ચે સંબંધો મજબુત કરી અને ક્નેક્ટિવિટીમાં રોકાણ કરી લાભદાયી રણનીતિ સાથે ભાગીદારી શરૂ કરી શકાય. એવું એમનું માનવું છે.

આર્થિક સંબંધોનો વિકાસ થવાની આશા

તેમણે પણ એ વાત કહી કે, ગ્રીસના બંદર ભારત માટે યુરોપના પ્રવેશ દ્વાર સમાન બની શકે છે. જેનાથી બન્ને દેશની આર્થિક પ્રગતિ થઈ શકે છે. આ માટે તેમણે બે દેશની યાત્રાઓ ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે એ વાત કહી હતી કે, આપણા રાજકીય સંબંધો મજબુત છે પણ આપણે હવે આર્થિક સંબંધો પણ વધારે મજબુત કરવા જોઈએ. અમે આ સંબંધોનો વિસ્તાર કરવા માગીએ છીએ. જોકે, આ અંગે બધુ યોગ્ય રીતે પાર પડ્યું તો ભારતનો વ્યાપાર યુરોપમાં જોરશોરથી થશે એ વાત તો નક્કી છે. લોજીસ્ટિક એક્ટિવિટીને વેગ મળી રહેશે.